ઘટાડા સાથે ખુલ્યું ભારતીય શેરબજાર, સેન્સેક્સ 200 પોઈન્ટ ડાઉન

16 August, 2019 09:52 AM IST  |  મુંબઈ

ઘટાડા સાથે ખુલ્યું ભારતીય શેરબજાર, સેન્સેક્સ 200 પોઈન્ટ ડાઉન

ઘટાડા સાથે ખુલ્યું ભારતીય શેરબજાર

અઠવાડિયાના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું. બીએસઈ સેન્સેક્સ 199.75 અંકના ઘટાડા સાથે 37, 111.78 અને એનએસઈનો નિફ્ટી 63.10 અંકના ઘટાડા સાથે 10, 966.30ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને બળ આપવા માટે 100 લાખ કરોડ રૂપિયાના રોકાણની વાત કરી છે. જેના કારણે ભારતીય અર્થવ્યવસ્થાનો આકાર આગામી પાંચ વર્ષમાં પાંચ લાખ કરોડ કરવાની યોજના છે. જો કે, બજાર પર તેની સકારાત્મક અસર ન જોવો મળી,

ગેનર્સ એન્ડ લૂઝર્સ
નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી યસ બેંક, ઓએનજીસી, સન ફાર્મા, યૂપીએલ અને એચડીએફસી લીલા નિશાન સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે ઈંડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, વેદાંતા, એચસીએલ ટેક્નોલોજીસ, વિપ્રો અને હીરો મોટોકોર્પમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો. તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. સૌથી વધુ ઘટાડો નિફ્ટી ઑટોમાં જોવા મળી.

આ પણ જુઓઃ કચ્છમાં આ જગ્યાઓ નથી જોઈ તો કાંઈ જ નથી જોયું..ફરી આવો કચ્છમાં...

રૂપિયા
ડૉલરના મુકાબલે રૂપિયો આજે 71. 36 સ્તર પર ખુલ્યું. બુધવારે તે 71.21ના સ્તર પર બંધ થયો હતો. ડૉલરના મુકાબલે રૂપિયામાં 9 પૈસાની કમજોરી જોવા મળી.

sensex business news