27 October, 2025 08:30 AM IST | Mumbai | Ashok Trivedi
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૭૩૩ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૫૭ પૉઇન્ટના નેટ સુધારે ૨૫,૮૧૪.૮૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૫૯.૬૯ પૉઇન્ટના નેટ સુધારે ૮૪,૨૧૧.૮૮ બંધ રહ્યો. ઉપરમાં ૮૪,૩૭૦ ઉપર ૮૪,૬૫૦, ૮૪,૯૨૦, ૮૫,૧૯૦, ૮૫,૨૯૦ કુદાવે તો ૮૫,૪૬૦, ૮૫,૭૩૦, ૮૫,૯૭૮ સુધીની શક્યતા. નીચામાં ૮૩,૯૫૭ નીચે ૮૩,૮૯૦, ૮૩,૬૦૦ નીચે નબળાઈ સમજવી. બજાર હાઇલી ઓવરબૉટ છે. મંગળવારે માસિક એક્સપાયરી છે. બજારમાં ગણતરીના શૅરો જ વધે છે. બજાર V શેપમાં ઉપર જાય છે, એવું જ નીચે આવે છે. વધતી વખતે ઘટાડો નથી આવતો અને ઘટતી વખતે ઉછાળો નથી આવતો. વધવાની કે ઘટવાની એકતરફી ચાલ હોય છે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧૨૬૫ ગણાય (બ્રેકઆઉટ આવતાં પહેલાં ભાવો પૅટર્નની શરૂઆતથી ઍપેક્સના ૨/૩ સુધી આવી શકે અને ઘણી વાર ઍપેક્સ સુધી ભાવો આવે પછી જ બ્રેકઆઉટ આવતું હોય છે. (ઍપેક્સ સુધી ભાવો આવે અને ત્યાર બાદ બ્રેકઆઉટ મળે તો આ મુદ્દો વેજને સિમેટ્રિકલ ટ્રાયેન્ગલથી અલગ પાડે છે). વૉલ્યુમ = પૅર્ટનની રચના વખતે વૉલ્યુમ ઘટવું જોઈએ અને બ્રેકઆઉટ વખતે વધવું જોઈએ. (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૬૧૭.૬૬ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ઇન્ડસઇન્ડ બૅન્ક (૭૫૫.૦૫) ઃ ૭૧૦.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૫૬ ઉપર ૭૬૧, ૭૬૮ કુદાવે તો ૭૮૦ અંતિમ પ્રતિકારક સપાટી ગણાય. ૭૮૦ ઉપર ૭૮૭, ૮૧૮ સુધીની શક્યતા. નીચામાં ૭૪૫ નીચે ૭૪૦ ક્લોઝિંગ સપોર્ટ ગણાય.
એચએફસીએલ (૭૭.૭૪) ઃ ૬૮.૪૬ના બૉટમથી સુધારાતરફી છે દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૮.૭૧ ઉપર ૮૧.૨૫, ૮૪.૭૫ મહત્ત્વની સપાટી ગણાય. ત્યાર બાદ ૮૮, ૯૪ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર શૅર વધુ સુધારો જોવા મળે. નીચામાં ૭૪.૭૦ નીચે ૬૮.૪૬ સપોર્ટ ગણાય. પૅનિકમાં રોકાણ કરી શકાય.
બૅન્ક નિફટી ફ્યુચર (૫૭૭૦૩.૨૦) ઃ ૫૪૩૦૧.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૭,૯૦૦ ઉપર ૫૮,૧૭૦, ૫૮,૩૨૦, ૫૮,૫૭૬ સુધીની શક્યતા. નીચામાં ૫૭,૪૯૮ નીચે ૫૭,૪૫૦ સપોર્ટ ગણાય.
૨૪,૫૮૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૯૧૫ ઉપર ૨૫,૯૭૦, ૨૬,૦૦૦, ૨૬,૦૫૦, ૨૬,૧૪૦, ૨૬,૨૦૫ કુદાવે તો ૨૬,૨૨૫, ૨૬,૪૦૩ સુધીની શક્યતા. નીચામાં ૨૫,૭૩૩ નીચે ૨૫,૬૫૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
૧૩૫૬.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૬૦ અને ૧૪૬૮ ઉપર ૧૪૮૩ કુદાવે તો ૧૪૯૩, ૧૫૦૦ સુધીની શક્યતા. નીચામાં ૧૪૪૧ નીચે ૧૪૩૫, ૧૪૨૩ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
૩૭૯.૯૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૯૫.૪૫ ઉપર ૪૦૩ અને ૪૦૬ કુદાવે તો ૪૧૧, ૪૨૧ સુધીની શક્યતા. નીચામાં ૩૯૦ નીચે ૩૮૭ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર-
માણસોને સ્પષ્ટ તારવવા બહુ મુશ્કેલ છે, સાવ નકલી રત્નનો ચળકાટ પણ ઓછો નથી. - ડૉ. હેમેન શાહ