Market Crash: માર્કેટમાં `બ્લેક મન્ડે`, 1900 અંક તૂટ્યું સેન્સેક્સ

24 January, 2022 05:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Market Crash: શૅર માર્કેટનો ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો અને હવે સેન્સેક્સ 1900 અંકથી વધારે તૂટ્યું છે. નિફ્ટી અને સેન્સેક્સ બન્નેમાં અઢી-અઢી ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ફાઇલ તસવીર

અઠવાડિયા પહેલા એટલે કે આજે સોમવારના દિવસે માર્કેટ એવું તૂટ્યું કે આને `બ્લેક મન્ડે` કહેવું ખોટું નહીં હોય. બીએસઇનું સેન્સેક્સ (BSE Sensex) આજે 1900 અંકથી વધારે તૂટી ચૂક્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી (Nifty) બન્ને 3-3 ટકાથી વઘારેના ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે.

સેન્સેક્સ 1900 અંક તૂટ્યું
બપોરે 2 વાગીને 13 મિનિટે સેન્સેક્સ 1960.53 અંક એટલે કે 3.32 ટકા તૂટીને 57,076.65 પર વેપાર કરી રહ્યું છે. નિફ્ટી 597.70 અંક એટલે કે 3.39 ટકા ઘટીને 17,019.45 પર અટક્યું છે.

ઇન્વેસ્ટરના 8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
આજના ઘટાડામાં માર્કેટના પ્રમાણે જોઈએ તો ઇન્વેસ્ટરના કુલ 8 લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા છે. શુક્રવરારે જોઈએ તો માર્કેટ પૂંજીકરણ 270 લાખ કરોડ રૂપિયા હતા જે આજે લપસીને 262 લાખ કરોડ રૂપિયા પર આવી ચૂક્યું છે. 

સતત પાંચમા દિવસે શૅર માર્કેટમાં ઘટાડો- એક અઠવાડિયામાં 18 લાખ કરોડનો સફાયો
સ્ટૉક માર્કેટમાં આ સતત પાંચમા દિવસે ઘટાડાને કારણે કુલ મળીને પાંચ દિવસમાં માર્કેટ 3471 અંક તૂટ્યો છે. ગયા અઠવાડિયે પણ સતત ચાર દિવસના ઘટાડામાં સેન્સેક્સ 2271 પૉઇન્ટ પડી ગયો હતો. આજની 1224 અંકનો ઘટાડો જોઇએ તો કુલ મળીને 3500 પૉઇન્ટનો ઘટાડો બજારમાં જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયાના સેન્સેક્સના ઘટાડામાં બુધવારે અને ગુરુવારે 656 અંક અને 634 પૉઇન્ટ તૂટ્યો હતો. એક અઠવાડિયામાં માર્કેટ કેપિટલાઇઝેન 18 લાખ કરોડ રૂપિયા ઘટ્યું કારણકે ગયા અઠવાડિયે આ 280 લાખ કરોડ રૂપિયા પર હતો.

આજના ઘટાડાએ વધારી ચિંતા
આજે માર્કેટ શરૂ થતાં પહેલાના સંકેતો પરથી એવું લાગી રહ્યું હતું કે માર્કેટ કદાચ ઉપરી સ્તરો પર વેપાર કરતા જોવા મળશે પણ આની ઓપનિંગ જ રેડ ઝનમાં થઈ. દરેક ક્ષણ સાથે ઘટાડો વધતો જોવા મળ્યો. નિફ્ટીએ 17300નો ઉપરી સ્તર પણ તોડી દીધો અને આમાં 2 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો. આ ઘટાડાથી ઇન્વેસ્ટરોની ચિંતામાં વધારો થયો છે આ માર્કેટના સેન્ટીમેન્ટ માટે સારું નથી.

business news sensex nifty bombay stock exchange