Life Insurance પોલિસીને લઇને મોટા ફેરફાર આવી રહ્યા છે, જાણો તમામ વિગતો

18 August, 2019 08:55 PM IST  |  Mumbai

Life Insurance પોલિસીને લઇને મોટા ફેરફાર આવી રહ્યા છે, જાણો તમામ વિગતો

પ્રતિકાત્મક તસ્વિર

Mumbai : લાઇફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સમાં મોટાપાયે પરિવર્તન આવી રહ્યા છે અને તેમાના મોટાભાગના પોલિસીધારકો માટે ફાયદાકારક છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(ઈરડા)એ તાજેતરમાં ફાઇનલ પ્રોડક્ટ રેગ્યુલેશન જાહેર કર્યા હતા. જેમાં ટર્મ, એનડોઉમેન્ટ, યુલિપ્સ અને પેન્શન પ્લાનનો સમાવેશ થાય છે.

પેન્શન પ્લાનમાં વધારે ઊંચા વિડ્રોવલ્સની મંજૂરી
પેન્શન પ્લાન હેઠળ પાકતી મુદતે મહત્તમ વિડ્રોઅલની મંજૂરી આપવામાં આવી છે જે એક તૃતિયાંશથી વધારીને 60 ટકા કરવામાં આવી છે. જો કે, આ બાબત ઈન્સ્યોરન્સ પ્લાનને નેશનલ પેન્શન સીસ્ટમ(એનપીએસ)ની સમકક્ષ મુકતું નથી. એનપીએસમાં પાકતી મુદતે 60 ટકા વિડ્રોવલ્સની મંજૂરી આપવામાં આવી છે જે કર મુક્ત છે. પેન્શન પ્લાન્સમાં હવે 60 ટકા વિડ્રોવલ્સની મંજૂરી આપવામાં આવી છે પરંતુ ફક્ત એક તૃતિયાંશ જ કર મુક્ત છે. 

આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ એક્ટુરિયલ ઓફિસર અનિલકુમાર સિંઘે જણાવ્યું હતું કે, ભંડોળના એક તૃતિયાંશ વિડ્રોઅલ કર મુક્ત રહેશે, પરંતુ તેનાથી ઉપરનું તમામ કરપાત્ર ગણાશે. 

પ્રિમેચ્યોર પાર્ટ વિડ્રોઅલ્સ માટેના નિયમોને પણ મરોડવામાં આવ્યા છે. એક વાર પાંચ વર્ષનો લોક-ઇન પિરિયડ પૂર્ણ થશે પછી પોલિસીહોલ્ડર તેની ફંડ વેલ્યુનું અંશત: 25 ટકા સુધીનું ઉપાડ કરી શકશે, જો કે, પોલિસીની મુદત દરમિયાન આવું ફક્ત ત્રણ વાર થઈ શકશે. જો કે, આવા ઉપાડની મંજૂરી તો જ આપવામાં આવશે કે જો તેના ઉપાડ માટે કોઈ ચોક્કસ લક્ષ્ય કારણરૂપ હોય, જેમ કે ઉચ્ચ શિક્ષણ, બાળકનું લજ્ઞ, ઘરની ખરીદી અથવા બાંધકામ તથા પોતાની અથવા પતિ અથવા પત્નીની ગંભીર માંદગીની સારવાર માટે ભંડોળની જરૂરીયાત હોય.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

જોખમ લેવાની આઝાદીઈક્વિટીમાં રોકાણ કરી શકાશે
આ એક એવો બદલાવ છે કે જે યુનિટલિન્ક પેન્શન સેગમેન્ટ પર મહત્તમ અસર કરે તેવી શક્યતા છે, જેમણે હાલમાં લોકપ્રિયતા ગુમાવી છે. સિંઘે જણાવ્યું હતું કે, હાલના તબક્કે જોઈએ તો વીમા કંપનીઓ વેસ્ટિંગ ડેટ પર ગેરેન્ટી આપે છે, જેનો અર્થ એવો થયો કે તેમણે ડેટમાં મોટાપાયે રોકાણ કર્યું છે અને તેઓ વધારે ઊંચું વળતર મેળવવામાં શક્તિમાન બનતાં નથી. હવે તે વૈકલ્પિક છે. પોલિસીહોલ્ડર્સ નિર્ણય કરી શકે છે કે તેઓને ખાત્રીબદ્ધ લાભ જોઈએ છે કે નહીં. જે રોકાણકારો યુવાન વયના હોય તેઓ જોખમ વહન કરી શકે છે તથા લાંબા ગાળા માટે રોકાણને જાળવી શકે છે.

એન્યુઈટીની ખરીદીના મોરચે વધારે સારી પસંદગીની તક
એન્યુઇટીની ખરીદીની શરતોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. મેક્સ લાઇફ ઈન્સ્યોરન્સના ચીફ માર્કેટિંગ ઓફિસર અને ડિરેક્ટર આલોક ભાણે નોંધ્યું હતું કે, રોકાણપાત્ર ભંડોળના 50 ટકા સુધીનો, એન્યુઈટીની ખરીદી કરવાના વિકલ્પ માટે ખુલ્લું બજાર એક ચાવીરૂપ ફેરફાર છે. હાલમાં પોલિસીહોલ્ડર્સ પાસે કોઈ પસંદગી હોતી નથી પરંતુ પોલિસીની પાકતી મુદતે જે વીમા કંપનીએ પોલિસીનુ વેચાણ કર્યું હોય છે તેની પાસેથી જ એન્યુઈટીની ખરીદી કરે છે. સ્પર્ધાના અભાવના કારણે પોલિસીહોલ્ડર્સના હિતને નુકસાન થાય છે, કારણ કે તેઓ વધારે ઊંચા એન્યુઈટી રેટ માટે આસપાસ નજર દોડાવી શકતાં નથી.

business news