ગુજરાતના સાણંદમાં ફોર્ડના પ્લાન્ટમાં મહિન્દ્રાની કાર બને તેવી સંભાવના

15 September, 2019 08:45 PM IST  |  Mumbai

ગુજરાતના સાણંદમાં ફોર્ડના પ્લાન્ટમાં મહિન્દ્રાની કાર બને તેવી સંભાવના

ગુજરાતના સાણંદમાં આવેલ ફોર્ડ પ્લાન્ટ

Mumbai : ભારતમાં હાલ ઓટો ઇન્ડસ્ટ્રીનો સૌથી કપરો સમય ચાલી રહ્યો છે. જોકે સરકાર દ્વારા ઓટો ઇન્ડસ્ટ્રીને રાહત પેકેજ આપવાની જાહેરાત કરી છે. પરંતુ મળતી માહિતી મુજબ ભારતીય કાર માર્કેટમાં બહું કામ ન કરતી ફોર્ડ કાર કંપની ભારતમાં પોતાનું ઇન્ડિયા ઓપરેશન ધીમે ધીમે ઘટાડવા અંગે વિચારી રહી છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે કંપનીના આધારભૂત સુત્રોએ જણાવ્યું કે, ગુજરાતનો પ્લાન્ટ વેચવાનો કંપનીનો હાલ કોઈ ઈરાદો નથી. પણ અમે મહિન્દ્રા સાથે વાત કરી રહ્યા છીએ. કંપની બે દાયકા કરતા પણ વધુ સમયથી ભારતીય બજારમાં હોવા છતાં બજારમાં પકડ જમાવી શકી નથી. આધારભૂત સુત્રોએ નામ ન આપવાની શરતે આપેલી માહિતી મુજબ ચાલુ વર્ષે જુન-જુલાઈ દરમિયાન મહિન્દ્રાઅને ફોર્ડ ઇન્ડિયાની લિગલ ટીમો મળી હતી અને ફોર્ડે પોતાના ગુજરાત પ્લાન્ટને લગતા લિગલ ડોક્યુમેન્ટ્સ મહિન્દ્રાને આપ્યા હતા. આ બંને કાર ઉત્પાદકો વચ્ચે અગાઉથી જ જોડાણ થયેલું છે અને હવે એવી વાત છે કે આ જોડાણ અંતર્ગત મહિન્દ્રા પોતાની ગાડીઓનું ઉત્પાદન ફોર્ડના સાણંદ પ્લાન્ટમાં કરી શકે છે.


ભારતીય કાર માર્કેટમાંથી બહાર થવાની વાતને ફોર્ડે પાયા વિહોણી ગણાવી
ગુજરાતના પ્રતિષ્ઠીત અખબાર ભાસ્કરે ફોર્ડ ઇન્ડિયા કંપની સાથે કરેલી વાતચીત અનુસાર ભારતીય કાર માર્કેટમાંથી ફોર્ડ બહાર થઇ રહી છે તેવા પ્રશ્નના જવાબમાં કંપનીના પ્રવક્તાએ આ વાતને પુરી રીતે પાયા વિહોળી અને અફવા ગણાવી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે આવી વાતો અમારી કંપનીની રેપ્યુટેશનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. જોકે મહિન્દ્રાની ગાડી ફોર્ડના સાણંદ પ્લાન્ટમાં બનશે કે કેમ? તે અંગે ફોર્ડના અધિકારીક સુત્રોએ કોઈ જવાબ આપ્યો ન હતો. મહિન્દ્રા તરફથી પણ આ અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

ગુજરાતના CM રૂપાણી સાથે ફોર્ડની ટીમે મુલાકાત કરી લીધી છે
મળતી માહિતી મુજબ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ચાલુ વર્ષે મે મહિનામાં ફોર્ડ કંપનીની ગ્લોબલ મેનેજમેન્ટ ટીમે મુલાકાત કરી હતી. ગુજરાતમાં સાણંદ ખાતે વર્ષ 2015માં ફોર્ડ મોટર ઇન્ડિયાએ પોતાનો પ્લાન્ટ સ્થાપિત કર્યો હતો. કંપનીનો ભારતમાં આ બીજો પ્લાન્ટ છે. ગુજરાત પ્લાન્ટની 2.20 લાખ કારની સ્થાપિત ઉત્પાદન ક્ષમત સામે વર્તમાન ઉત્પાદન 1.20 લાખ કારનું છે.એટલે કે પ્લાન્ટનું યુટીલાઈઝેશન તેની ક્ષમતના 50% જેટલું જ છે. હાલ આ પ્લાન્ટમાં 3,000થી વધુ લોકો કામ કરી રહ્યા છે.ફોર્ડ ભારતમાં 1995માં પ્રવેશી હતી અને તે ભારતમાં પ્રવેશનાર પ્રારંભિક ઓટોમેકર્સમાંની એક છે. પરંતુ ભારતમાં ફોર્ડની કારનું વેંચાણ બહુ ખાસ રહ્યું નથી. વર્ષ 2018-19માં ભારતમાં તેની કુલ 92,937 ગાડીઓનું વેંચાણ થયું હતું. હાલમાં તેનો બજાર હિસ્સો 3%થી પણ ઓછો છે.

business news anand mahindra