Income Tax રિટર્ન ભરવામાં હવે મોડું ના કરશો, 31 ઑગસ્ટ પછી ભરવો પડશે દંડ

16 August, 2019 06:05 PM IST  |  મુંબઈ ડેસ્ક

Income Tax રિટર્ન ભરવામાં હવે મોડું ના કરશો, 31 ઑગસ્ટ પછી ભરવો પડશે દંડ

ઇનકમ ટેક્સ

ઇનકમ ટેક્સ રીટર્ન હજુ સુધી ભરવાનું બાકી રહી ગયું હોય તો તેના માટે રાહ ન જોતા. રીટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. તમને જણાવી દઇએ કે છેલ્લા દિવસે એટલે કે 31 ઓગસ્ટના દિવસે વધારે પ્રેશર હોવાને કારણે તેમની વેબસાઇટ પણ ડાઉન હોઇ શકે છે કે પછી અન્ય કારણસર પણ જો તમારું ઇનકમ ટેક્સ રિટર્ન ન ભરાયું તો 31 ઑગસ્ટ પછી ઇનકમ ટેક્સ રિટર્ન ભરવા પર તમને પેનલ્ટિ લાગી શકે છે. સામાન્ય રીતે ઇનકમ ટેક્સ વિભાગ કરદાતાઓને ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે પૂરતો સમય આપે છે. કરદાતાઓની સુવિધાને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી સતત ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ એક્સટેન્ડ પણ કરવામાં આવે છે.

જે કરદાતા ઇનકમ ટેકસ રિટર્નની છેલ્લી તારીખ પછી પોતાનું રિટર્ન ફાઇલ કરે છે તેમના આયકર વિભાગ પેનલ્ટિ લગાવી શકે છે. આયકર વિભાગ હાલના નિયમો પ્રમાણે જે કરદાતા રિટર્ન ફાઇલ કરવાની તારીખ પછી પોતાનું આઇટીઆર ફાઇલ કરે છે તેમના પર મેક્ઝિમમ 10,000 રૂપિયા સુધીનો દંડ ફટકારી શકે છે.

જો કે, નાના કરદાતાઓને પેનલ્ટિ મામલે થોડી રાહત આપી છે. જે કરદાતાઓની આવક 5 લાખ રુપિયા સુધી છે તેમને નક્કી કરાયેલી તારીખ પછી રિટર્ન ફાઇલ કરવા પર 1000 રૂપિયાની પેનલ્ટિ આપવી પડશે. જે કરદાતા આઇટીઆર ભરવાની છેલ્લી તારીખ પછી 31 ડિસેમ્બર સુધીમાં પોતાનું રિટર્ન ફાઇલ કરે છે તેમને પેનલ્ટિ તરીકે 5000 રૂપિયા આપવા પડશે, 31 ડિસેમ્બર પછી પોતાનું ઇનકમ ટેક્સ ફાઇલ કરતાં કરદાતાઓ પર 10000 રૂપિયાની પેનલ્ટિ લગાડવામાં આવશે.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

આ પહેલા જુલાઇમાં કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને 31 ઑગસ્ટ કરી દીધી હતી.

business news income tax department