સસ્તામાં મળી જશે ફ્લાઈટની ટિકિટ, અપનાવો આ ખાસ રસ્તો

28 October, 2019 03:44 PM IST  |  મુંબઈ

સસ્તામાં મળી જશે ફ્લાઈટની ટિકિટ, અપનાવો આ ખાસ રસ્તો

પ્રતિકાત્મક તસવીર

જ્યારે પણ તમે ફ્લાઈટની ટિકિટ બુક કરતા હશો તો તમે નોટિસ કર્યું હતું કે જે ડેસ્ટિનેશન પર તમારે જવાનું છે, જો ત્યાં માટે તમે વારંવાર ટિકિટ ચેક કરતા કરતા હશો તો દર વખતે ભાડું વધતું નજર આવશે. તમે એકલા નથી જેની સાથે આવું થાય છે. એક વાત જે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે તો તમે યાત્રા માટે ટિકિટ બુક એડવાન્સમાં નથી કરાવી તો તો તમને મોંઘું પડશે. જ્યારે તમે વિદેશ યાત્રા કરવાના છો ત્યારે ખાસ કરીને. એટલે સસ્તામાં ટિકિટ બુક કરાવવાના કેટલાક રસ્તાઓ અમે તમને બતાવી રહ્યા છે.

પોતાની યાત્રા સીક્રેટ રાખો
શું તમે જાણો છો કે મોટા ભાગના બ્રાઉઝર કુકીઝને તમારું સર્ચ અને તમે ઑનલાઈન કરેલા કામને ટ્રેક કરવાની અનુમતિ આપે છે? અને જ્યારે તમે વારંવાર એક જ રૂટ સર્ચ કરો છો તો, વેબસાઈટ તેનું ભાડું વધારી દે છે. આ માટે તમે ઈકોગ્નિટો ટેબનો યુઝ કરી શકો છો.

ભાડાની તુલના કરો
કેટલાક એગ્રીગેટર પોતાની જાહેરાતોના કારણે લોકપ્રિય છે, પરંતુ તેના પર આંખ બંધ કરીને ભરોસો નથી કરી શકાતો. એટલે કેટલીક વેબસાઈટ જોઈને પહેલા ટિકિટને ભાવની તુલના કરો. IRCTCથી ફ્લાઈટની ટિકિટ બુક કરાવવી સસ્તી પડી શકે છે.

રીટર્ન ટિકિટ જોઈ રાખો
જો તમને લાગે છે કે જો તમે બંને તરફની યાત્રાની ટિકિટ એક સાથે બુક કરશો તો રીટર્ન ટિકિટ સસ્તી પડશે તો એવું દર વખતે નથી થતું. એટલે સારું રહેશે કે તમે રીટર્ન ટિકિટ પણ જોઈ લો.

યાત્રા માટે સાચો સમય પસંદ કરો
જો કોઈ ઈમરજન્સી નથી તો તમે યાત્રા માટે એવા સમયની પસંદગી કરો જ્યારે ટિકિટ સસ્તી મળતી હોય. ઘણી વાર એવું થાય છે કે તહેવારોની સીઝન કે વીકેન્ડમાં ટિકિટ મોંઘી હોય છે એટલે સલાહ આપવામાં આવે છે કે ટિકિટનું બુકિંગ એડવાન્સમાં કરાવીને રાખો.

આ પણ જુઓઃ Diwali 2019: તમારા માનીતા સિતારાઓએ આવી રીતે ઉજવી દિવાળી, જુઓ તસવીરો

રિવૉર્ડ પૉઈન્ટનો કરો ઉપયોગ
જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો રિવૉર્ડ પૉઈન્ટથી તમને ભાડું સસ્તું પડશે.

business news