દેવું ઘટાડવા માટે કલ્પતરૂ પાવર પોતાના ટ્રાન્સમિશનની હિસ્સેદારી વેચશે

05 July, 2019 06:03 PM IST  |  Mumbai

દેવું ઘટાડવા માટે કલ્પતરૂ પાવર પોતાના ટ્રાન્સમિશનની હિસ્સેદારી વેચશે

Mumbai : કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન (KPTL) એ પોતાનું દેવું ઘટાડવાનો નિર્ણય કર્યો છે.જેના ભાગ રૂપે કલ્પતરૂ કંપની પોતાના 3 પાવર ટ્રાન્સમિશન કંપનીઓનાં હિસ્સાનું વેચાણ કરવા માટે CLP ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે સમજૂતીઓ કરી છે. આ કરાર હેઠળ કંપની કલ્પતરુ સાપુતારા ટ્રાન્સકો પ્રાઇવેટ લિમિટેડ (KSTPL), અલિપુરદુઆર ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) અને કોહિમા મરિયાની ટ્રાન્સમિશ લિમિટેડ (KMTL) માં પોતાની હિસ્સેદારીનું રૂ. 3,275 કરોડમાં વેચાણ કરશે.


ATL અને KMTL કંપની આ સોદામાટે નાણાકીય વ્યવહાર કમર્શિયલ ઓપરેશન ડેટ (COD) પછી અને ચોક્કસ શરતોનાં પાલન પછી અમલમાં આવશે. ટેકનો ઇલેક્ટ્રિક અને એન્જિનીયરિંગ કંપની લિમિટેડ (ટેકનો) કલ્પતરુમાં 26% હિસ્સો ધરાવે છે. કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન અને વિતરણ, ઓઇલ અને ગેસ પાઇપલાઇન, રેલવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, સિવિલ કોન્ટ્રાક્ટિંગ અને વેરહાઉસિંગ તથા લોજિસ્ટિક બિઝનેસમાં સંકળાયેલી છે અને તે ભારત, આફ્રિકા, મધ્ય પૂર્વ, સીઆઇએસ, સાર્ક અને દૂર પૂર્વનાં દેશોમાં કેટલાંક કોન્ટ્રાક્ટનો અમલ કરે છે.

આ પણ જુઓ : Budget 2019: જાણો કેવું છે બજેટ પર નેટિઝન્સનું રીએકશન્સ, મીમ્સ થઈ રહ્યા છે વાયરલ

દેવું ઓછું થતાં કંપની અન્ય કાર્યમાં વધુ ધ્યાન આપી શકશે
કલ્પતરુનાં મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ મનિષ મોહનોતે કહ્યું હતું કે, ટ્રાન્સમિશન એસેટનું વેચાણ અમને ઋણમાં નોંધપાત્ર ઘટાડા તરફ દોરી જશે અને મુખ્ય વ્યવસાયની અંદર વ્યૂહાત્મક વિવિધતા લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે. KPTL સતત અને નફાકારક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખશે, જે વળતરનો રેશિયો વધારવા માટે કટિબદ્ધ છે.

business news