સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતાં પહેલાં ઇન્વેસ્ટમેન્ટ થિસિસ બનાવવી જરૂરી

01 July, 2019 12:04 PM IST  |  મુંબઈ | ઈન્વેસ્ટમેન્ટ એક સાહસ - સંજય મેહતા

સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતાં પહેલાં ઇન્વેસ્ટમેન્ટ થિસિસ બનાવવી જરૂરી

નવા સાહસોમાં સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરવાનું જ્યારે તમે નક્કી કરો છો ત્યારે એ નક્કી કરવાનું હોય છે કે કેટલું રોકાણ કરવું, કઈ રીતે રોકાણ કરવું અને કેટલી કંપનીમાં રોકાણ કરવું. એથી રોકાણ કરતાં પહેલાં થિસિસ બનાવવી જરૂરી હોય છે. આ માટે અનેક સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરનાર સંજય મહેતા કઈ રીતે રોકાણ થિસિસ તૈયાર કરવી એ વિશે સવિસ્તાર માહિતી આપતા જણાવે છે કે રોકાણકાર તરીકે તમારે તમારી મૂડીમાંથી ૨થી ૫ ટકાની રકમ સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરવા ફાળવવી જોઈએ. ત્રણથી પાંચ વર્ષના સમયગાળામાં ૨૦ જેટલી કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ. તમે કંપનીમાંથી એક્ઝિટ લો ત્યારે દરેક કંપનીમાંથી ૨૦X ગુણાંક કરતાં વધુ વળતર મળે એટલી એ કંપનીઓ સધ્ધર હોવી જોઈએ. દરેક કંપનીમાં બે રોકાણ કરવાનો પ્લાન કરો. જો તમે ૨૦ કંપનીમાં રોકાણ કરશો તો તમારી મૂડી તમને પાછી મળી જશે.

આ પણ વાંચોઃ જી-૨૦ બેઠકમાં ગાજ્યા મેહ વરસ્યા નહીં, રૂપિયામાં તેજી

જો તમે ૩૦ કંપનીઓમાં રોકાણ કરશો તો તમને બેથી ત્રણ ગણું વળતર મળશે. જો તમે ૫૦ કંપનીઓમાં રોકાણ કરો છો તો તમારું વળતર પાંચ ગણું થઈ શકે. એવું નથી કે દરેક કંપનીઓ એટલું ઊંચું વળતર આપે જ. આમાં થોડું નસીબ પણ કામ કરતું હોય છે અને તમે રોકાણ કરતી વખતે કેટલી ચોકસાઈથી ગણતરીઓ માંડી તેના પર પણ એ નિર્ભર રહે છે. આ એક અડસટ્ટે મળતા વળતરની ગણતરી છે જે એન્જલ ઇન્વેસ્ટરને મળે છે.

business news