વ્યાજદરો જૂનમાં વધશે, પરંતુ કેટલા એ કહી શકાય નહીં : શક્તિકાંત દાસ

24 May, 2022 04:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લા ચાર મહિનાથી સતત વધતા ફુગાવાને નીચે લાવવા દરવધારો જરૂરી

ફાઇલ તસવીર

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે જૂનની શરૂઆતમાં વધુ વ્યાજદરમાં વધારો કરવાનો સંકેત આપ્યો હતો જેથી છેલ્લા ચાર મહિનાથી સહનશીલતાના સ્તરથી ઉપર રહેલ હઠીલા ઊંચા મોંઘવારીના દરને નીચે લાવી શકવામાં મદદ મળશે.
દાસે વધુમાં કહ્યું કે દરવધારાની અપેક્ષા, એ કોઈ વિચારવિહીન છે. થોડો વધારો થશે, પરંતુ કેટલો વધારો હું હમણાં કહી શકીશ નહીં. ૫.૧૫ ટકાનો દર હશે એમ કહી શકાય એ નહીં.
મૉનિટરી પૉલિસી કમિટીની આગામી બેઠક ૬થી ૮ જૂનના રોજ યોજાનાર છે. રિઝર્વ બૅન્કે ચાલુ મહિનામાં અચાનક બેઠક બોલાવીને બે વર્ષમાં પ્રથમ વાર એના દરમાં ફેરફાર કર્યો હતો અને ચાર વર્ષમાં આ પહેલો વધારો હતો.
એપ્રિલમાં આરબીઆઇએ ચાલુ નાણાકીય વર્ષ માટે એના ફુગાવાના અનુમાનને અગાઉના ૪.૫ ટકાના અંદાજથી વધારીને ૫.૭ ટકા કર્યો હતો અને એના જીડીપી અનુમાનને ૨૦૨૨-૨૩ માટે ૭.૮ ટકાથી ઘટાડીને ૭.૨ ટકા કર્યો હતો. યુક્રેન-રશિયાના યુદ્ધને ટાંકીને રિઝર્વ બૅન્ક દ્વારા આ ફેરફાર કરાયો હોવાનું કહેવામાં આવ્યું હતું.

business news reserve bank of india