ઘટાડા સાથે શૅર બજાર થયું બંધ, સેન્સેક્સમાં 162 અંકનો ઘટાડો

08 April, 2019 04:03 PM IST  | 

ઘટાડા સાથે શૅર બજાર થયું બંધ, સેન્સેક્સમાં 162 અંકનો ઘટાડો

ઘટાડા સાથે શૅર બજાર થયું બંધ

સપ્તાહના પહેલા દિવસે ભારતીય શૅર બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું છે. સવારે 100 અંકોના વધારા સાથે સેન્સેક્સ દિવસભર કારોબારના અંતમાં 162 અંકોના ઘટાડા સાથે 38,700 પર અને નિફ્ટી 61 અંકોના ઘટાડા સાથે 11,604ના સ્તર પર બંધ થયું છે.

નોંધનીય છે કે શુક્રવારે સેન્સેક્સ 177 અંકોની તેજી સાથે 38,892 પર અને નિફ્ટી 67 અંકોની તેજી સાથે 11,665 પર કારોબાર કરી બંધ થયું હતું.

સેક્ટોરિયલ ઈન્ડેક્સના હાલ જોઈએ તો સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 0.18%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.08%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.22%ની તેજી, નિફ્ટી આઈટી 0.48%ની તેજી, નિફ્ટી મેટલ 0.65%ની તેજીી, નિફ્ટી ફાર્મા 0.56%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.54%ની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.

આ પણ વાંચો : રિઝર્વ બૅન્કે સળંગ બીજી વાર પૉલિસી રેટ ઘટાડ્યા

વૈશ્વિક બજારનો હાલ જોઈએ તો જાપાને છોડીને આજે બધા પ્રમુખ એશિયાઈ બજારે સારી શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.08%ના ઘટાડા સાથે 21789 પર, ચીનના શાંઘાઈ 0.43%ની તેજી સાથે 3260 પર, હેન્ગસેન્ગ 0.47%ની તેજી સાથે 30077 પર અને તાઈવાનના કૉસ્પી 0.03%ની તેજી સાથે 2210ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યા અમેરિકા બજારની વાત કરીએ તો છેલ્લા દિવસે ડાઓ જોન્સ 0.15%ની તેજી સાથે 26424 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.46%ની તેજી સાથે 2892 પર અને નાસ્ડેક 0.59%ની તેજી સાથે 7938ના સ્તાર કારોબાર કરી બંધ થયું હતું.

sensex bombay stock exchange national stock exchange