રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર : 7th પે કમીશનમાં સમાન થશે પગાર તફાવત

22 August, 2019 04:50 PM IST  |  New Delhi

રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર : 7th પે કમીશનમાં સમાન થશે પગાર તફાવત

New Delhi : ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. 7th Pay Commission ને લઇને લેવાયો છે મહત્વનો નિર્ણય. રેલવેમાં આગામી ટૂંક સમયમાં સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવશે. જેને પગલે રેલવે કર્મચારીઓના પગારમાં રહેલ તફાવત દૂર થઇ જશે અને કર્મચારીઓને સમાન વેતનનો લાભ મળતો થશે. વાસ્તવમાં છઠ્ઠા પગાર પંચ અનુસાર પગાર માળખામાં આવનાર એક જ વર્ગના બે અધિકારીઓના પગારનો તફાવત દૂર થઇ જશે.

એક વર્ગને મળશે એક સરખું વેતન
રેલવે કર્મચારીઓમાં સાતમા પગાર પંચ પ્રમાણે એક વર્ગમાં આવનારા કર્મચારીઓને સમાન વેતનનો લાભ મળશે. એક જ વર્ગના બે કર્મચારીઓના પગારમાં રહેલ 3 ટકા કે એનાથી વધારાનું અંતર હવે ખતમ થશે. કર્મચારીઓનો પગાર સમાન થશે પરંતુ આ નિયમ એક જ વર્ગના અધિકારીઓને લાગુ પડશે.

જાણો, રેલવે કર્મચારીઓને કઇ રીતે ફાયદો થશે
નવા નિયમ અંતર્ગત એક જ વર્ગના કર્મચારીઓનો પગાર હવે સમાન થશે. આ સમજવા માટે વાત કરીએ તો છઠ્ઠા વેતન આયોગ અંતર્ગત એક ક્લાસમાં એક કર્મચારીનો લઘુત્તમ પગાર 7210 રૂપિયા છે અને બીજાનો 7430 રૂપિયા છે. જો જુની ફોર્મ્યુલા અનુસાર પગાર ગણીએ તો સાતમા પગાર પંચમાં એકનો પગાર 18530 રૂપિયા અને બીજાનો 19095 રૂપિયા થાય. પરંતુ હવે બંને કર્મચારીઓનો પગાર સાતમા પગાર ધોરણમાં એક સરખો એટલે કે 19100 રૂપિયા મળશે. જેને બંચિંગ ફાયદો કહે છે. કર્મચારીઓને આ બંચિંગનો લાભ 1 જાન્યુઆરી 2019થી મળશે.

આ પણ જુઓ : કલમ 370 હટવા પર નેટીઝન્સ થયા છે ક્રેઝી, મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો

ગ્રેડ પે અનુસાર મળશે લાભ
6th CPC માં જે કર્મચારીઓનો પગાર 1800, 1900, 2000, 2400, 2800 અને 4200 ગ્રેડ પેની અંદર છે. એમને બંચિંગનો ફાયદો મળશે. જે માટે સત્વરે અરજી કરવાની રહેશે. વેસ્ટર્ન રેલવે કર્મચારી યૂનિયન ભાવનગર મંડળે તમામ રેલવે કર્મચારીઓને બંચિંગનો લાભ લેવા માટે સત્વરે ગ્રેડ પે અનુસાર અરજી કરવા માટે કહ્યું છે.

business news indian railways