ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા સરકારે લીધો મહત્વનો નિર્ણય

28 July, 2019 08:10 PM IST  |  Delhi

ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા સરકારે લીધો મહત્વનો નિર્ણય

Delhi : છેલ્લા ઘણા સમયથી ભારતીય સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કમર કસી રહી છે. ત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે પેટ્રોલ અને ડીઝલના વાહનોની નોંધણીના દરમાં વધારો કરી દીધો છે. જેને પગલે હવે પેટ્રોલ-ડિઝની કારો મોંઘી થઇ જશે.

ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા સરકારે લીધો નિર્ણય
ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા સરકારે પેટ્રોલ અને ડીઝલ કારની નોંધણી મોંઘી કરી દીધી છે. 15 વર્ષથી વધુ જૂની કારનું રજિસ્ટ્રેશનને રિન્યુ કરાવવા માટે હવે વધુ ફી આપવાની જરૂર પડશે. હવે જૂની કાર માટે દર 6 મહિનાનું ફિટનેસ પ્રમાણપત્ર લેવું પડશે. પહેલા વર્ષમાં એક વખત ફિટનેસ સર્ટિફિકેટ મળતુ હતુ. તે જ સમયે ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશ અને રિન્યૂ સંપૂર્ણપણે મફત થશે.

નવા ટુ-વ્હીલરની નોંધણી ફી 1000 અને જુના ટુ-વ્હીલરની ફી 2000 રૂ. થઇ
ભારતમાં હવે નવા ટુ-વ્હીલરની નોંધણીની ફી 1000 રૂપિયા અને જુના ટુ-વ્હીલરની નોંધણી ફી 2000 રૂપિયા હશે. ઇમ્પોર્ડેટ વાહનની વાત કરીએ તો તમારે નવા ટુ-વ્હીલર 5000 રૂપિયાની નોંધણી ફી આપવી પડશે.

જુના ઇમ્પોર્ટેડ ટુ-વ્હીલરની નોંધણી ફી 10,000 હશે

તો હવે, જૂના ઇમ્પોર્ટેડ ટુ-વ્હીલર પર રજિસ્ટ્રેશન ફી 10000 રુપિયા રહેશે. કારની વાત કરીએ તો નવી કાર પર 5000 રૂપિયા અને જૂની કાર પર 15,000 રુપિયા રજિસ્ટ્રેશન ફી લાગુ થશે. તે જ સમયે નવી ઇમ્પોર્ટેડ કાર માટે 20,000 રૂપિયા અને જૂની ઇમ્પોર્ટેડ કાર પર 40000 રૂપિયાની નોંધણી ફી લાગુ થશે.

આ પણ જુઓ : જ્યારે તાળવે ચોંટ્યા હતા 700 લોકોના જીવ, જુઓ એ ભયાવહ ઘટનાની તસવીરો

જીએસટી કાઉન્સિલની બેઠકનો નિર્ણય
જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સનો દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે ચાર્જર પરનો જીએસટી દર 18% થી ઘટાડીને 12% કરવામાં આવ્યો છે. નવા દરો 1 પહેલી ઓગસ્ટથી લાગુ થશે. આ ઉપરાંત સ્થાનિક ઓથોરિટી દ્વારા 12 મુસાફરોથી વધુની ક્ષમતાવાળી ઇલેક્ટ્રિક બસની ખરીદી પર જીએસટીમાં છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

business news automobiles national news goods and services tax