ઓક્ટોબરમાં ભારતમાં જથ્થાબંધ ફુગાવામાં થયો ઘટાડો

14 November, 2019 08:10 PM IST  |  Mumbai

ઓક્ટોબરમાં ભારતમાં જથ્થાબંધ ફુગાવામાં થયો ઘટાડો

બિન ખાદ્ય સામગ્રી અને મેન્યુફેક્ચરીંગ પ્રોડક્ટ્સના ભાવમાં નરમાઈના કારણે જથ્થાબંધ ભાવો પર આધારિત ફુગાવો ઘટીને 0.16 ટકા થયો છે. અગાઉ સપ્ટેમ્બરમાં તે 0.33 ટકા હતો. ગુરુવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. જથ્થાબંધ ભાવો પર આધારિત ફુગાવો 40 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. અગાઉ જૂન 2016 માં તે -0.10 પર હતો. તે જ સમયે ઓક્ટોબર 2018માં માસિક જથ્થાબંધ ભાવાંક પર આધારિત ફુગાવાનો દર 5.54 ટકા હતો.


વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ઓક્ટોબરમાં ખાદ્ય ફુગાવાનો દર વધીને 9.80 ટકા થયો છે, જ્યારે નોન-ફૂડ પ્રોડક્ટ્સ કેટેગરીનો ફુગાવો 2.35 ટકા રહ્યો છે.

આ પણ જુઓ : Children's Day: દેશના પ્રથમ વડાપ્રધાનને તેમના જન્મદિવસે કરીએ યાદ

મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ માટે જથ્થાબંધ ફુગાવો તે જ મહિનામાં 0.84 ટકા સુધી નીચે હતો. જોકે, ફળ અને શાકભાજી સહિતની ખાદ્ય ચીજોની કિંમતોમાં વધારાને કારણે ઓક્ટોબરમાં છૂટક ફુગાવો ઝડપથી વધીને 62.62 ટકા થયો છે. આ તેની 16 મહિનાની સૌથી ઉંચી સપાટી હતી.જે વસ્તુમાં ફુગાવાનો દર સૌથી વધુ દેખાયો છે, તેમાં ડુંગળી (119.84%), શાકભાજી (38.91%) અને કઠોળ (16.57%) નો સમાવેશ થાય છે. જ્યારે કેટલીક વસ્તુઓમાં ઘટાડાની અસર એલપીજી (-30.97%), ક્રૂડ પેટ્રોલિયમ (-23.63) અને પેટ્રોલ (-10.54) રહી હતી.

business news