મોંઘવારીનો ડંખ: જૂનમાં છૂટક મોંઘવારી દર વધીને ૪.૩૮ ટકા થયો, RBIનો ૪ ટકાનો લક્ષ્યાંક પાર

14 July, 2026 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાલુ વર્ષે જાન્યુઆરીથી અમલમાં આવેલી ૨૦૨૪ના બેઝ યરવાળી નવી સિરીઝમાં આ અત્યાર સુધીનો સૌથી ઊંચુ સ્તર છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓ અને ઈંધણના વધતા ભાવો તેમ જ પશ્ચિમ એશિયાના ભૌગોલિક-રાજકીય તનાવને કારણે જૂન મહિનામાં છૂટક મોંઘવારી દરમાં મોટો ઉછાળો આવ્યો છે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત મોંઘવારી દર મે મહિનાના ૩.૯૩ ટકાથી વધીને જૂનમાં ૪.૩૮ ટકા પર પહોંચી ગયો છે. આ સાથે જ છેલ્લા ૧૭ મહિનામાં પ્રથમ વખત મોંઘવારીનો આ આંકડો રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ૪ ટકાના મધ્યમ ગાળાના લક્ષ્યાંકને પાર કરી ગયો છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી અમલમાં આવેલી ૨૦૨૪ના બેઝ યરવાળી નવી સિરીઝમાં આ અત્યાર સુધીનો સૌથી ઊંચુ સ્તર છે.

business news reserve bank of india inflation india