ભારતે રશિયાથી ક્રૂડતેલની આયાત જુલાઈમાં ઘટાડી, સાઉદીની વધી

18 August, 2022 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રશિયાથી આયાત ૭.૩ ટકા ઘટી, સાઉદીથી ૨૫.૬ ટકા વધી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

રશિયામાંથી ભારતની ક્રૂડ ઑઇલની આયાત માર્ચ પછી પ્રથમ વખત જુલાઈમાં એની એકંદર ખરીદી સાથે ઘટી હતી, જ્યારે સાઉદી અરેબિયામાંથી સપ્લાયમાં પાંચ મહિનામાં પ્રથમ વખત વધારો થયો હતો, એમ વેપાર અને ઉદ્યોગસ્રોતોમાંથી પ્રાપ્ત ડેટા દર્શાવે છે. ભારતીય રિફાઇનર્સે સાઉદી અરેબિયામાંથી વધુ મુદતનો પુરવઠો ઉપાડ્યો, કારણ કે ભાવ આકર્ષક હતા, જ્યારે રશિયન સપ્લાયના ભાવ મજબૂત માગ પર ચઢ્યા હતા.

ભારતે જુલાઈમાં રશિયા પાસેથી ૮,૭૭,૪૦૦ બૅરલ પ્રતિ દિવસ ક્રૂડતેલ મેળવ્યું હતું, જે જૂનથી લગભગ ૭.૩ ટકાનો ઘટાડો હતો, રશિયા ઇરાક પછી એના બીજા સૌથી મોટા તેલ સપ્લાયર તરીકે ચાલુ રહ્યું હતું.

સાઉદી અરેબિયામાંથી ભારતની તેલની આયાત જુલાઈમાં ૨૫.૬ વધીને ૮,૨૪,૭૦૦ બૅરલ પ્રતિ દિવસની થઈ હતી, જે ત્રણ મહિનામાં સૌથી વધુ છે. સાઉદી અરેબિયા ભારતના સપ્લાયર્સમાં નંબર ત્રણ પર રહ્યું છે.

business news oil prices indian oil corporation russia saudi arabia