આ સરકારી બેન્કમાં તમારા નાણા હોય તો ચેતી જજો, 32crની છેતરપિંડી સામે આવી

18 September, 2019 03:00 PM IST  |  Mumbai

આ સરકારી બેન્કમાં તમારા નાણા હોય તો ચેતી જજો, 32crની છેતરપિંડી સામે આવી

File Photo

Mumbai : ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક(એપ્રિલ-જૂન)માં 18 સરકારી બેન્કોમાં ફ્રોડના 2,480 કેસ બહાર આવ્યા છે. તેમાં 31,898.63 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આરબીઆઈએ એક RTIના જવાબમાં આ માહિતી આપી છે. જોકે તેમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે છેતરપિંડીના મામલા કયા પ્રકારના છે અને તેનાથી બેન્કો કે ગ્રાહકોને કેટલુ નુકસાન થયું છે. ન્યુઝ એજન્સીએ રવિવારે આ રિપોર્ટ આપ્યો છે. તે મુજબ નીચમના RTI એક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌડે આરબીઆઈ પાસે આ માહિતી માંગી હતી.


એપ્રિલ-જૂનમાં કઈ બેન્કમાં ફ્રોડના કેટલા મામલા ?


બેન્ક               ફ્રોડની રકમ      છેતરપિંડીના કેસ
SBI                      12 કરોડ              1197
સિન્ડિકેટ બેન્ક       800 કરોડ            54
અલ્હાબાદ બેન્ક     2900 કરોડ          381
કેનેરા બેન્ક           2000 કરોડ          69
કોર્પોરેશન બેન્ક      960 કરોડ            16
PNB                       2500 કરોડ          99
BoB                        2300 કરોડ          75
OBC                       2133 કરોડ          45
BOI                         517 કરોડ            42
CBI                         2000 કરોડ          194
UBI                         1200 કરોડ          31
IOB                         900 કરોડ            46
UBI                         753 કરોડ            51

આ પણ જુઓ : એક સમયે આવા લાગતા હતા વડાપ્રધાન મોદી, પોતે જ શૅર કર્યા ફોટોઝ

આ બેન્કોમાં પણ છેતરપિંડીના કેસ સામે આવ્યા છે
આ સિવાય 4 અન્ય બેન્કો એટલે કે પંજાબ & સિંધ બેન્ક, આંધ્ર બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને ઈન્ડિયન બેન્કમાં પણ ફ્રોડના મામલા બહાર આવ્યા છે. જોકે તેની સંખ્યા અને રકમ હજી જાણવા મળી નથી.

business news reserve bank of india state bank of india union bank of india