જો તમે કૉલેજ સ્ટુડેન્ટ છો અને નથી બચતાં પૈસા, તો આ વાતોનું રાખો ધ્યાન..

09 November, 2019 08:40 PM IST  |  Mumbai Desk

જો તમે કૉલેજ સ્ટુડેન્ટ છો અને નથી બચતાં પૈસા, તો આ વાતોનું રાખો ધ્યાન..

જે વિદ્યાર્થીઓએ તજેતરમાં જ કૉલેજ જીવનની શરૂઆત કરી છે, તેમની પર્સનલ ફાઇનેન્સ મેનેજ કરવું મુશ્કેલ લાગે છે. કારણકે ઘરથી બહાર જવા પર કેટલા બધાં નાના-નાના ખર્ચા થતાં હોય છે. કૉલેજ જીવનના શરૂઆતના વર્ષો દરમિયાન, વિદ્યાર્થીઓનો એક મોટો વર્ગ એવો છે જે પોતાના માસિક બજેટને પાર કરે છે, કારણકે તેમની માટે મહિનાના ખર્ચ માટે જે પૈસા આપવામાં આવે છે કેટલીય વાર તે મોટા ભાઈ-બહેનો અથવા ફ્રેન્ડ્સ પાસેથી બાકીના પૈસા ઉધાર લેવા માટે મજબૂર થઈ જાય છે. અમે કૉલેજના વિદ્યાર્થીઓ 5 પર્સનલ ફાઇનેન્સના ટિપ્સ જણાવીએ છીએ.

બજેટની અંદર ખર્ચ કરવાના પ્રયત્ન કરવા
આ કૉલેજના બધાં જ વિદ્યાર્થીઓ માટે પહેલી અને મહત્વપૂર્ણ સલાહ છે કારણકે બજેટની અંદર ખર્ચ કરવાથી ફક્ત પર્સનલ ફાઇનેન્સને સુચારૂ બનાવવામાં મદદ મળે છે, જો કે આ સૌથી ખરાબ સમય માટે પૈસા બચાવવામાં મદદ કરે છે.

વધારે ખર્ચ પર લગાવો રોક
વિદ્યાર્થીઓએ હંમેશા વધારે ખર્ચ પર ધ્યાન આપવું અને ફક્ત જરૂરી વસ્તુઓ પર ધ્યાન આપીને ખર્ચ કરવું જોઈએ.

મિત્રો પાસેથી પૈસા લેતાં બચો
વિદ્યાર્થીઓને પૈસાના એવા સોર્સ પર ધ્યાન ન આપવું જોઈએ જેનાથી ક્ષણિક જરૂરિયાતો પૂરી થાય છે. વારં-વાર મિત્રો પાસેથી પૈસા માગવા અને સમય પર તેને પાછાં ન આપવા બાબતે તમારા સંબંધો બગાડી શકે છે.

વાંચવા સુધી જ પુસ્તકો ખરીદવી
કેટલાક વિદ્યાર્થીઓને ચોપડીઓને અને ગાઈડ્સને એકઠી કરી રાખવું ગમે છે, જેની જરૂરિયાત સામાન્ય રીતે હોતી નથી. આ સામાન્ય રીતે બોર્ડ અથવા વિશ્વવિદ્યાલયો દ્વારા નિર્ધારિત પારંપરિક વાંચન સામગ્રીની તુલનામાં વધારે હોય છે. ઘણી બધી ચોપડીઓ ખરીદવાને બદલે, વિદ્યાર્થઈઓને અન્ય વિકલ્પો જેવા પુસ્તકો, સંબંધિત સામગ્રી, વગેરેની સૉફ્ટ કૉપીની શોધ કરવી જોઈએ.

આ પણ વાંચો : PHOTOS: જુઓ બ્લેક આઉટફિટ્સમાં હિના ખાનનો ગોર્જિયસ અવતાર

ઑફરનું ધ્યાન રાખવું
વિદ્યાર્થીઓને ખર્ચ ઘટાડવા માટે ડાઇનિંગ આઉટ, અધ્યયન સામગ્રી, પ્રવાસ, વાહનો ખરીદવા, ગેજેટ્સ ખરીજના પર ડિસ્કાઉન્ટની શોધ કરવી જોઈએ.

business news