આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૭૫૬ પૉઇન્ટની વૃદ્ધિ

25 April, 2024 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડેક્સ ૮૨,૭૫૦ ખૂલીને ૮૪,૧૭૩ની ઉપલી અને ૮૨,૩૪૨ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે સાધારણ વૃદ્ધિ થઈ હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૦.૯૧ ટકા (૭૫૬ પૉઇન્ટ) વધીને ૮૩,૫૦૬ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૨,૭૫૦ ખૂલીને ૮૪,૧૭૩ની ઉપલી અને ૮૨,૩૪૨ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ૪.૨૭ ટકા ઘટેલા કાર્ડાનો સિવાય ઇન્ડેક્સના તમામ કૉઇનના ભાવ વધ્યા હતા. પૉલિગોન, લાઇટકૉઇન, ઇથેરિયમ અને ટોનકૉઇન ૨થી ૪ ટકાની રેન્જમાં વધ્યા હતા. હૉન્ગકૉન્ગ ૩૦ એપ્રિલથી ક્રિપ્ટોકરન્સી ઈટીએફનું ટ્રેડિંગ શરૂ કરશે. અન્ય એક અહેવાલ મુજબ યુરોપની કેટલીક મોટી બૅન્કો ક્રિપ્ટોકરન્સી કંપનીઓ સાથે સહયોગ સાધીને ક્રિપ્ટો સંબંધિત સેવાઓ પૂરી પાડવા ઇચ્છે છે. પ્રાપ્ત માહિતી મુજબ આફ્રિકન દેશ મોરિટાનિયાની કેન્દ્રીય બૅન્કે ઓગુઇયા નામની પોતાની કરન્સી પર આધારિત સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી વિકસાવવા માટેનું કાર્ય શરૂ કર્યું છે.

business news share market stock market sensex nifty