આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૪૦૭૮ પૉઇન્ટનો ઘટાડો

26 April, 2024 06:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડેક્સ ૮૩,૫૦૬ ખૂલીને ૮૪,૦૨૪ની ઉપલી અને ૭૯,૩૭૨ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

મધ્ય પૂર્વમાં ભૂરાજકીય તંગદિલી ઘેરી બનતાં વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે નોંધપાત્ર ઘટાડો થયો હતો. ઈટીએફમાં રોકાણ ઘટ્યું એ પણ ઘટાડા પાછળનું એક પરિબળ હતું. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી ૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૪.૮૮ ટકા (૪,૦૭૮ પૉઇન્ટ) ઘટીને ૭૯,૪૨૮ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૩,૫૦૬ ખૂલીને ૮૪,૦૨૪ની ઉપલી અને ૭૯,૩૭૨ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. અવાલાંશ, ટોનકૉઇન, શિબા ઇનુ અને પોલકાડૉટ ૯થી ૧૧ ટકાની રેન્જમાં ઘટ્યા હતા.  અમેરિકાના અરકાંસાસ રાજ્યની સેનેટે ક્રિપ્ટોકરન્સીને લગતા બે ખરડા મંજૂર કર્યા છે. ક્રિપ્ટો માઇનિંગ પ્રવૃત્તિનું નિયમન કરવા માટે ખરડા મંજૂર કરવામાં આવ્યા છે. 

business news share market stock market sensex nifty