આ રીતે ઓનલાઈન ખોલો NPS અકાઉન્ટ, આ છે પ્રક્રિયા

16 July, 2019 04:48 PM IST  |  મુંબઈ

આ રીતે ઓનલાઈન ખોલો NPS અકાઉન્ટ, આ છે પ્રક્રિયા

કેન્દ્રીય મંત્રી મંડળે ગયા વર્ષે નેશનલ પેન્શન સ્કીમમાંથી એક સાથે પૈસા ઉપાડવા પર આવક વેરાની મર્યાદા વધારવાને મંજૂરી આપી હતી. આ નિર્ણય ટૂંક સમયમાં જ લાગુ થઈ શકે છે. કારણ કે બજેટ 2019માં તેનો ઉલ્લેખ કરાયો છે. જ્યારે NPS મેચ્યોર થાય ત્યારે ગ્રાહક પોતાની જમા રકમમાંથી 60 ટકા હિસ્સો એક સાથે કાઢી શકે છે. બાકીન 40 ટકા રકમ ગ્રાહકને નિયમિત પેન્શન તરીકે મળતી રહે શે. આમાંથી 40 ટકા ટકમ ટેક્સ ફ્રી હોય છે. એટલે કે તમે જે 60 ટકા રકમ ઉપાડો છો, તેમાંની 20 ટકા રકમ પર ટેક્સ ચૂકવવો પડે છે.

જો તમારે NPS ખાતું ખોલવું હોય તો તમારી પાસે એક્ટિવ મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી અને નેટબેન્કિંગની સુવિધા સાથે એક બેન્ક અકાઉન્ટ ખોલવું જરૂરી છે. ચાલો જાણીએ કે તમે તમારું NPS અકાઉન્ટ કેવી રીતે ખોલી શકો છો.

1. તમે Enps.nsdl.com/eNPS અથવા Nps.karvy.com પર જઈને NPS ખાતું ખોલી શકો છો.

2. અહીં તમે "new registration" પર ક્લિક કરો અને OTP દ્વારા તમારા મોબાઈલ નંબરને વેરિફાઈ કરાવી ડિટેઈલ્સ ભરવી પડશે.

3. અહીં તમારી વ્યક્તિગત અને નેટબેન્કિંગની માહિતી ભર્યા બાદ તમારે ચાર ફંડમાંથી પોર્ટફોલિયો પસંદ કરવાનો રહેશે. આ ફંડ છે ઈક્વિટી ફંડ, વૈકલ્પિક રોકાણ ફંડ, સરકારી ફંડ અને કોર્પોરેટ બોન્ડ ફંડ

4. વહેંચણી નોંધ્યા બાદ તમારે આગામી તબક્કામાં તમારે નોમિનીની માહિતી આપવી પડશે.

5. તમારે ફોર્મમાં તમારો ફોટો અને તમારા હસ્તાક્ષરનો નમૂનો આપ્યા બાદ બેન્ક ખાતનો કેન્સલ ચેક પણ આપવો જરૂી છે.

6. તમારા એનપીએસ ખાતામાં તમારે પહેલી રકમ પણ ભરવી પડશે. તમે લઘુત્તમ 500 રૂપિયા ભરી શકો છો.

7. આ ચૂકવણી કર્યા બાદ તમને PRAN ભૂગતાનની રસીદ મળશે.

આ પણ વાંચોઃ સ્ટાર્ટઅપ્સનું વૅલ્યુએશન : આર્ટ અને સાયન્સનું કૉમ્બિનેશન

8. NPSમાં પૈસા ભર્યા બાદ તમે ઈ સાઈન/ પ્રિન્ટ રજિસ્ટ્રેશન ફોર્મ પેજ પર જાવ. અહીં તમારે KYC માટે નેટબેન્કિંગ અને PAN રજિસ્ટર કરી શકો છો. જો તમે પાન નંબર અને નેટબેન્કિંગ કેવાયસી યુઝ કરો છો તો ધ્યાન રાખો કે તેની ડિટેઈલ્સ અને બેન્ક રેકોર્ડ સરખા હોય.

business news