Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સ્ટાર્ટઅપ્સનું વૅલ્યુએશન : આર્ટ અને સાયન્સનું કૉમ્બિનેશન

સ્ટાર્ટઅપ્સનું વૅલ્યુએશન : આર્ટ અને સાયન્સનું કૉમ્બિનેશન

15 July, 2019 09:28 AM IST | મુંબઈ
ઇન્વેસ્ટમેન્ટ એક સાહસ- સંજય મેહતા

સ્ટાર્ટઅપ્સનું વૅલ્યુએશન : આર્ટ અને સાયન્સનું કૉમ્બિનેશન

સ્ટાર્ટઅપ્સનું વૅલ્યુએશન : આર્ટ અને સાયન્સનું કૉમ્બિનેશન


નવા સાહસ, સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતી વખતે ઇક્વિટી (શૅર્સ)ની કઈ રીતે વહેંચણી કરવી અને કઈ રીતે કૅપ ટેબલ લિમિટ્સ હોવી જોઈએ કે જેથી વેન્ચર કૅપિટલ કરનાર અન્ય રોકાણકારો એમાં રોકાણ કરવા આકર્ષાય એ પણ સમજવું પડે છે. તમારા સ્ટાર્ટઅપના મૂલ્યાંકનના ભાગને ‘મૂલ્યવાન’ અથવા ઇન્વેસ્ટર/વીસીની પ્રેરણાને સમજવા માટે જ્ઞાનની જરૂર છે. વીસી/ઇન્વેસ્ટર દ્વારા ભંડોળ મેળવવું એ સરળ નથી.

મોટા ભાગની સ્ટાર્ટઅપ્સની ડીલ ઇક્વિટી વૅલ્યુએશનના સમયે જ પડી ભાંગતી હોય છે, કારણ કે રોકાણકાર અને ફાઉન્ડર તેમની ઇક્વિટીની વહેંચણી અને કેટલું ફન્ડિંગ (રોકાણ) જોઈશે એના પર એકમત થઈ શકતા નથી. ઓવર ફન્ડિંગ અને અન્ડર ફન્ડિંગ બન્ને સ્ટાર્ટઅપ માટે નુકસાનકારક છે એમ સફળ ઍન્જલ ઇન્વેસ્ટર સંજય મહેતાનું કહેવું છે. સંજય મહેતા આ બાબતે છણાવટ કરતાં કહે છે કે ‘પહેલા અન્ડર ફન્ડિંગ સમજીએ – તમે જે કાંઈ રોકાણ કર્યું હોય એ જો પૂરતું ન હોય તો એ પછીના સ્ટેજના રોકાણકારો જ્યારે કંપનીમાં ઇન્વેસ્ટ કરવા આવે એ પહેલાં જ કંપની મુશ્કેલીઓમાં સપડાઈ ગઈ હોય છે અને એથી તમારું કરેલું રોકાણ પણ તમારે ખોવું પડે છે. એથી તમારે યોગ્ય વૅલ્યુએશન કરવું પડે છે કે આવનારાં દોઢથી બે વર્ષના ગાળામાં કંપનીને કેટલા ફન્ડની જરૂર પડશે એ સમજીને એટલું ફન્ડિંગ કરવું પડે છે.’



એની સામેની પરિસ્થિતિને વિચાર કરીએ તો જો તમે વધુ રોકણ કર્યું હશે તો ફાઉન્ડરનું ધ્યાન ધંધો વિકસાવવાના બદલે એ નાણાં કઈ રીતે ખર્ચવા એના પર લાગી જશે અને નાણાં વેડફાઈ જશે. એ પણ એટલું જ જેખમી છે. એથી યોગ્ય રીતે કંપનીનું વૅલ્યુએશન કરવું જરૂરી છે.

સંજય મહેતા કહે છે કે ‘તેમને ફાઉન્ડર અને રોકાણકાર બન્ને તરફથી સવાલો થતા હોય છે કે કંપનીનું વૅલ્યુએશન કઈ રીતે કરવું જ્યારે કે એનો હજી કોઈ ડેટા જ નથી અને એની કોઈ રેવન્યુ નથી. તો તમે એ આઇડિયાને કેટલું મહત્ત્વ આપી શકો.’


હું ફાઉન્ડર સાથે સતત દોઢથી બે વર્ષથી કામ કરું છું. કંપનીને નેક્સ્ટ લેવલ સુધી લઈ જઈને અન્ય રોકાણકારો એમાં રોકાણ કરે એ સ્ટેજ પર લઈ જાઉં છું. એ સાથે જ એ વખતે કંપનીમાં એટલું રોકાણ થયેલું હોય છે કે અન્ય રોકાણકારો પણ એમાં વિશ્વાસ રાખી તેમનું રોકાણ કરે છે.

સિડ સ્ટેજ પર રોકાણ કરતી વખતે તમારે ઇક્વિટીનો મોટો હિસ્સો તમને મળે એવી ગણતરી ન રાખવી જોઈએ, પણ તમારે એટલું રોકાણ તો કરવું જ પડે છે કે જેથી વિવિધ તબક્કે ફાઉન્ડરનો ઇન્ટરેસ્ટ એમાં જળવાઈ રહે. ખાસ કરીને ભારતમાં સિડ્સ સ્ટેજમાં જે સ્ટાર્ટઅપ્સ વૅલ્યુએશન હોય છે એ ૬ કરોડથી લઈને ૧૨ કરોડ જેટલું હોય છે. એથી શરૂઆતમાં તેઓ એકથી બે કરોડ ઊભા કરી શકતા હોય છે. જો એ રેવન્યુ જનરેટ કરતી કંપની હોય તો એનું વૅલ્યુએશન ૧૦ કરોડથી લઈને ૧૫ કરોડ સુધીનું થતું હોય છે. એ માટે શરૂઆતમાં ૩ કરોડથી લઈને ૫ કરોડની જોગવાઈ કરવી પડતી હોય છે. બન્ને કિસ્સાઓમાં ઇક્વિટીની વહેંચણી રોકાણકાર માટે ૧૦થી ૩૫ ટકા જેટલી હોય છે. ક્યારેય પણ ૩૫ ટકા કરતાં વધુ રોકાણ ન કરવું જોઈએ.


આમ ઘણી વખત વૅલ્યુએશનના જ મુદ્દે ફાઉન્ડર અને ઇન્વેસ્ટર વચ્ચે સહમતી સાધવામાં મુશ્કેલી પડતી હોવાથી હવે સફે નોટે (SAFE NOTE - Simple Agreement for Future Equity)એ કન્વર્ટિબલ સિક્યૉરિટી છે જે વિકલ્પ અથવા વૉરન્ટની જેમ ઇન્વેસ્ટરને ભાવિ કિંમતના રાઉન્ડમાં શૅર ખરીદવાની મંજૂરી આપે છે. તે કન્વર્ટિબલ નોટ્સ દ્વારા રજૂ કરવામાં આવેલી ઘણી ખામીઓ અને ચૅલેન્જને સંબોધે છે અને એ ઇન્વેસ્ટર અને ફાઉન્ડર માટે એકસમાન વિકલ્પ હોઈ શકે છે. સ્ટાર્ટઅપ્સ સફે નોટેને પ્રાધાન્ય આપી શકે છે, કારણ કે કન્વર્ટિબલ નોટ્સથી વિપરીત એ દેવું નથી અને એથી એ વ્યાજ પ્રાપ્ત કરતી નથી. સફે નોટે તે વાય કૉમ્બિનેટરની ટીમ (Y Combinator) દ્વારા બનાવવામાં આવી હતી અને કંપનીના પ્રારંભિક તબક્કે રોકાણ માટે લોકપ્રિય પદ્ધતિ છે. મહેતા વેન્ચર્સ ફૅમિલી ઑફિસ દ્વારા અમે SAFE નોટ્સનો ઉપયોગ કરી અમેરિકામાં ૩૦ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે. આ શૂન્ય કાનૂની વકીલ ખર્ચ સાથે રોકાણવ્યવહારોને ઝડપી કરારમાં સહાય કરે છે. SAFE એ ફાઉન્ડર-ફ્રેન્ડલી રોકાણ કરાર દસ્તાવેજો છે.
mehtasanjay@gmail.com

Whatsapp-channel Whatsapp-channel

15 July, 2019 09:28 AM IST | મુંબઈ | ઇન્વેસ્ટમેન્ટ એક સાહસ- સંજય મેહતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK