ભારતીય રેલવેની આ ટેક્નિકના કારણે ટિકિટો માટે નહીં થાય મારામારી

12 September, 2019 03:49 PM IST  |  નવી દિલ્હી

ભારતીય રેલવેની આ ટેક્નિકના કારણે ટિકિટો માટે નહીં થાય મારામારી

ભારતીય રેલવેની આ ટેક્નિકના કારણે ટિકિટો માટે નહીં થાય મારામારી

તહેવારોની સીઝનમાં રિઝર્વેશન કરાવતા લોકો માટે ભારતીય રેલવે સારા સમાચાર લઈને આવ્યું છે. દુર્ગા પૂજા, દીવાળી, છઠ્ઠ જેવા તહેવારો માટે પહેલાથી જ ટિકિટો બુક થઈ ચુકી છે. ખાસ કરીને યૂપી, બિહાર અને બંગાળ જતી ટ્રેનોમાં નિર્ધારિત કરતા વધારે ટિકિટ્સ વેચાઈ ચુક્યા છે. હાલમાં જ રેલવેએ જાહેરાત કરી છે કરે રોજની 4 લાખ વધારાની સીટો અનેક ટ્રેનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટે ભારતીય ટ્રેનમાં સીટ વધારવા માટે નવી HOG ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નિકના કારણે લાંબા અંતરની ટ્રેનમાં વધારાની સીટ ઉપલબ્ધ થશે અને મુસાફરોને ટિકિટિ માટે મારામારી નહીં કરવી પડે.

શું છે HOG ટેક્નિક?
HOGનો મતલબ છે હેડ ઑન જેનરેશન ટેક્નિક. આ ટેક્નિક ટ્રેનના પાવર કાર એટલ કે એન્જિનની બાજુમાં અટેચ થતા પાવર કે જેનરેટર કારમાં 25 વોટના ઓવરહેડ ઈલેક્ટ્રિક વાયરમાંથી લેવામાં આવેલી ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ ટ્રેનમાં પાવર સપ્લાય માટે કરે છે. જેથી લાંબા અંતરની ટ્રેનમાં કુલ 23 કોચ હોય છે. જેમાં એક પાવર કાર આગળની તરફ અને એક પાવર કરા પાછળની તરફ લાગે છે. આ સિવાય કારમાં 9 સ્લીપર કોચ, એક પેન્ટ્રી કાર અને 7 એસી કોચ લાગેલા હોય છે. હાલ રાજધાની, શતાબ્દી જેવી ટ્રેનોમાં તેનો ઉપયોગ થાય છે.

આ પણ જુઓઃ આ નવરાત્રિ દેખાવું છે ટ્રેન્ડી તો Jayaka Yagnikના આ લૂક કરી શકો છો કોપી!

કેવી રીતે વધશે સીટ?
HOGનો ઉપયોગ લાંબા અંતરની ટ્રેનમાં લાગતા વધારાના પાવર કે જેનરેટર કારની જગ્યાએ એક સ્લીપર કારને અટેચ કરવામાં આવશે. જેમાં કુલ 78 સીટો હોય છે, એવામાં એક લાંબા અંતરની ટ્રેનમાં કુલ 78 સીટો વધી થાય છે. લાંબા અંતરની ટ્રેનમાં લાગતા બે EOGની જગ્યાએ એકનો જ ઉપયોગ કરવામાં આવશે. જેનાથી ભારતીય રેલવેને ઈંધણની બચત થશે. સાથે જ જેનરેટર કારમાંથી નીકળતા ધુમાડા પર પણ નિયંત્રણ લાવી શકાશે.

western railway indian railways