એચડીએફસી અને આઇઓબી બૅન્કે વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો

11 January, 2023 04:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એચડીએફસીના નવા દર ૭ જાન્યુઆરીથી, જ્યારે આઇઓબીના નવા દર ૧૦ જાન્યુઆરીથી લાગુ થયા છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

એચડીએફસી બૅન્ક અને ઇન્ડિયા ઓવરસીઝ બૅન્ક (આઇઓબી)એ એમના માર્જિનલ કૉસ્ટ ઑફ ફન્ડ-આધારિત ધિરાણ દર (એમસીએલઆર)માં ૨૫ બેસિસ પૉઇન્ટ્સ સુધીનો વધારો કર્યો છે, જેનાથી બેન્ચમાર્ક સાથે જોડાયેલી લોન મોંઘી બની છે. એચડીએફસીના નવા દર ૭ જાન્યુઆરીથી, જ્યારે આઇઓબીના નવા દર ૧૦ જાન્યુઆરીથી લાગુ થયા છે.

એચડીએફસી બૅન્કની વેબસાઇટ અનુસાર વ્યાજદર અગાઉના ૮.૩૦ ટકાથી ૮.૫૦ ટકા છે, જે ૨૦ બેસિસ પૉઇન્ટના વધારા સાથે છે, જ્યારે એક મહિના માટેના દર ૮.૩૦ ટકાથી વધીને ૮.૫૫ ટકા થયા છે. આઇઓબીએ બેન્ચમાર્ક વ્યાજદર ૭.૭૦ ટકાથી વધારીને ૮.૪૫ ટકા કર્યા છે. આમ બન્ને બૅન્કોની તમામ પ્રકારની લોન લેવી હવે મોંઘી બનશે.

business news state bank of india reserve bank of india