પીએમ ગતિ શક્તિથી લૉજિસ્ટિક્સ ખર્ચ ઘટશે અને કાર્યક્ષમતા વધશે

24 January, 2023 04:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગાંધીનગરમાં બી-૨૦ ઇન્સેપ્શન દરમ્યાન સરકારે ખાતરી આપી

ગાંધીનગરમાં શરૂ થયેલી બી-૨૦ ઇન્સેપ્શન બેઠક દરમ્યાન તાતા ગ્રુપના ચૅરમૅન એન. ચંદ્રશેખરનનું અભિવાદન કરી રહેલા કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ.

પીએમ ગતિ શક્તિ પહેલ લૉજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, કાર્યક્ષમતા વધારવા અને વ્યવસાયોને લાભ પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, એમ એક ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું હતું.

ગયા વર્ષે ૧૩ ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉજિસ્ટિક ખર્ચ ઘટાડવા માટે એક સંકલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાના હેતુથી ગતિ શક્તિ-નૅશનલ માસ્ટર પ્લાનની શરૂઆત કરી હતી. તમામ લૉજિસ્ટિક્સ અને કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, જેમાં ૫૦૦ કરોડ રૂપિયાથી વધુના રોકાણનો સમાવેશ થાય છે એ પીએમ ગતિ શક્તિ પહેલ હેઠળ રચાયેલા એનપીજી (નેટવર્ક પ્લાનિંગ જૂથ) દ્વારા રૂટ કરવામાં આવે છે.

પીએમ ગતિ શક્તિ લૉજિસ્ટિક અવરોધો ઘટાડવા અને લૉજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને વ્યવસાયોને લાભ આપશે એમ ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગના સચિવ અનુરાગ જૈને ગાંધીનગર ખાતે ઉદ્યોગ સંસ્થા સીઆઇઆઇ દ્વારા આયોજિત  બી-૨૦ ઇન્સેપ્શન બેઠકના ઉદ્ઘાટન સત્રમાં જણાવ્યું હતું.  

આ પણ વાંચો : Mumbai:ઝૂંપડપટ્ટી અને ચૉલના લોકો માટે મોટા સમાચાર, જાણો પીયૂષ ગોયલે શું કહ્યું?

તેમણે એમ પણ કહ્યું કે પીએમ ગતિ શક્તિ પોર્ટલમાં જમીન, જંગલ, ખાણો અને હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિષયો સંબંધિત ૧૬૦૦થી વધુ ડેટા સ્તરો છે.

એનપીજી પાસે વિવિધ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રાલયો/વિભાગો તરફથી રજૂઆતો છે, જેમાં તેમના નેટવર્ક પ્લાનિંગ વિભાગના વડાઓ એકીકૃત આયોજન અને દરખાસ્તોના એકીકરણ માટે સામેલ છે. પીએમ ગતિ શક્તિનો ઉદ્દેશ વિભાગીય મર્યાદા-માળખાને તોડવાનો અને મલ્ટિ-મૉડલ અને લાસ્ટ-માઇલ કનેક્ટિવિટીના મુદ્દાઓને સંબોધિત કરવાના હેતુથી પ્રોજેક્ટના વધુ સર્વગ્રાહી અને સંકલિત આયોજન અને અમલ લાવવાનો છે.

business news indian government narendra modi piyush goyal