Air India આ વર્ષના અંત સુધીમાં વેચાઈ જશે…

16 July, 2019 04:57 PM IST  | 

Air India આ વર્ષના અંત સુધીમાં વેચાઈ જશે…

ફાઈલ ફોટો

સરકાર આવતા મહિનના અંત સુધીમાં એર ઈન્ડિયા લિમિટેડને વેચવા માટે કિમત મગાવવા માટે વિચાર કરી રહી છે. ન્યુઝ એજન્સી બ્લુમબર્ગને મળેલી માહિતી પ્રમાણે સરકાર આ વર્ષના અંત સુધીમાં એર ઈન્ડિયા વેચવાનો વિચાર કરી રહી છે. સરકાર સંભવિત ખરીદ દારો સાથે મળવા માટે તૈયારી દર્શાવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ પ્રક્રિયામાં ખરીદદારોને કેટલાક ભાગોને છોડીને એરલાઈનના ખાતાઓને જોવા માટેની પરવાનગી મળશે. આ સાથે જ શેર ખરીદીના સમજૂતીને પણ જોઈ શકે છે.

આ વિષયના જાણકાર લોકોએ એજન્સીને કહ્યું હતું કે, સંભવિત ખરીદદારો માટે શરતો અને વેચાણના નિયમોમાં બદલાવ કરવા માટે પણ મોકો હશે. ખરીદદારોની સંભવિત યાદી તૈયાર કરાતી વખતે નિયમોના બદલાવ અને શરતો વિશે માહિતી આપી શકશે. સરકાર પોતાની તમામ હિસ્સેદારી વેચે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

આ પણ વાંચો: વડોદરામાં દેખાયો ચાંદીપુરમ વાઈરસ, 5 વર્ષની બાળકીનું મોત

આ વિશે જ્યારે નાણા મંત્રાલયના પ્રવક્તા ડીએસ મલિક સાથે વાત કરવામાં આવી તો આ વિશે તેમણે કોઈ પણ પ્રકારની માહિતી આપવા ઈનકાર કર્યો હતો જ્યારે એર ઈન્ડિયાના પ્રવક્તા ધનંજય કુમારે પણ આ મામલે ટિપ્પણી કરવા માટે ઈનકાર કર્યો હતો.

business news air india gujarati mid-day