Air Indiaને વેચવાની સરકારે કરી લીધી તૈયારી,વેચાણ બાદ થઈ જશે કંપનીથી અલગ

11 September, 2019 04:23 PM IST  |  મુંબઈ

Air Indiaને વેચવાની સરકારે કરી લીધી તૈયારી,વેચાણ બાદ થઈ જશે કંપનીથી અલગ

Air Indiaને વેચવાની સરકારે કરી લીધી તૈયારી

દેવામાં ડૂબેલી સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાને વેચવા માટે સરકારે તૈયારી કરી લીધી છે. ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં મંત્રીઓનો સમૂહ એર ઈન્ડિયાનું ઋણ ચુકવવા માટે રિઝર્વ પ્રાઈઝ નક્કી કરશે. આ સાથે જ મંત્રીઓનો આ સમૂહ કંપનીના વેચાણ સંબંધી બીજી મુશ્કેલીઓ પર મનોમંથન કરશે. જેમાં કંપનીના કર્મચારીઓની સેવા સંબંધિત ટેક્નિકલ સમસ્યાઓનો પણ નિકાલ લાવવામાં આવશે. ANIના અહેવાલ અનુસાર, કંપનીના રિટાયર્ડ કે જલ્દી જ રિટાયર્ડ થનારા કર્મચારીઓને આપવામાં આવેલી મેડિકલ સુવિધાઓને લઈને પણ તપાસ કરવામાં આવશે.

આધિકારીક સૂત્રો પ્રમાણે, સરકાર એર ઈન્ડિયાના વેચાણ માટે જરૂરી વસ્તુઓ સુનિશ્ચિત કર્યા બાદ તે અલગ થઈ જશે. મંત્રીઓના આ સમૂહમાં અમિત શાહની સાથે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, કૉમર્સ અને રેલ મંત્રી પીયૂષ ગોયલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી સામેલ છે.

છેલ્લા એક વર્ષમાં દેશનો એવિએશનનો માહોલ બદલાઈ ચુક્યો છે. ખાનગી વિમાન કંપની જેટ એરવેઝ 18 એપ્રિલથી બંધ છે, જેના કારણે ઘણું બદલાયું છે. સેન્ટર ઑફ એશિયા પેસેફિક એવિએશનના સીઈઓ કપિલ કૌલ પ્રમાણે છેલ્લા વર્ષની તુલનામાં આ તમામ વસ્તુઓ સકારાત્મક છે. જો કંપનીની કેટલીક મૂળભૂત સમસ્યાઓ દૂર કરવામાં આવી તો રોકાણકારઓ તેમાં રૂચિ બતાવશે.

આ પણ જુઓઃ ગોપી વહુ થી ગોપિકા સુધી, આવી છે Gia Manekની સફર....

પહેલાના પ્રયાસો રહ્યા હતા નિષ્ફળ
આ પહેલા મોદી સરકારે પોતાના પાછલા કાર્યકાળમાં પણ એર ઈન્ડિયાને વેચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સરકાર તેમાં સફળ નહોતી થઈ. એ સમયે કાચા તેલની કિંમતો ખૂબ જ વધારે હતી. અને ડૉલરની સરખામણીમાં રૂપિયા નબળો હોવાના કારણે રોકાણકારોએ તેને ખરીદવામાં રસ નહોતો બતાવ્યો. એ દરમિયાન એક પણ રોકાણકાર નહોતો આગળ આવ્યો.

business news