ટ્રેડ ડીલ,બ્રિટનની ચૂંટણીની નકારાત્મક અસર અવગણી સોનાના ભાવ મક્કમ સપાટીએ

14 December, 2019 08:35 AM IST  |  Mumbai | Boolean Watch

ટ્રેડ ડીલ,બ્રિટનની ચૂંટણીની નકારાત્મક અસર અવગણી સોનાના ભાવ મક્કમ સપાટીએ

સોનાના ભાવની તેજી કે મંદી આડેથી એક સાથે બે પરિબળોનો શુક્રવારે અંત આવ્યો હતો. ગુરુવારે વ્યાજદર હળવા રહેશે એવી આશાએ વધેલું સોનું રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીન સાથેની પ્રથમ તબક્કાની સંધિ જાહેર કરી હતી. આ જાહેરાત સાથે જ સોનાના ભાવ એક સપ્તાહની ઉપરની સપાટીથી ઘટી ગયા હતા. બ્રેક્ઝિટ આડેની સૌથી મોટી અડચણનો પણ બ્રિટનની ચૂંટણીના પરિણામ સાથે અંત આવ્યો હતો. આ સાથે તેજીના બે મોટા પરિબળો હવે પૂરા થયા છે. આમ છતાં સોનાના ભાવ આજે આશ્ચર્યજનક રીતે મક્કમ જોવા મળી રહ્યા છે. અમેરિકામાં રિટેલ વેચાણના આંકડા ઑક્ટોબરમાં માત્ર ૦.૨ ટકાની વૃદ્ધિ દર્શાવે છે જે ૦.૫ ટકા અપેક્ષિત હતા. શૅરબજારની તેજી, ડૉલરની નબળાઈ અને વધેલા યિલ્ડના કારણે જોકે મોટી તેજી આવે તેવી શક્યતા જણાતી નથી.

વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું ગુરુવારે ૧૪૭૪.૬ ડૉલરની સપાટીએ ખૂલી વધી ૧૪૮૫.૩૧ થયા બાદ કડાકા સાથે ઘટી ૧૪૬૪.૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યું હતું. આજે સોનું ૧૪૭૦.૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ન્યુ યોર્ક ફેબ્રુઆરી વાયદો ૦.૨૫ ટકા વધી ૧૪૭૫.૯૫ ડૉલર અને ચાંદી ૦.૦૫ ટકા વધી ૧૬.૯૫૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ છે.

ભારતીય બજારમાં આજે સોનું અને ચાંદી ઘટાડા સાથે ખૂલ્યાં હતાં પણ ડૉલર સામે રૂપિયો મજબૂતાઈથી નબળો પડ્યો હોવાથી અને વિદેશી બજારમાં મક્કમ ભાવના કારણે નીચા મથાળેથી વધ્યા હતા. ભારતમાં હાજર બજારમાં સોનું ૧૪૫ ઘટી ૩૮,૯૩૦ અને અમદાવાદ ખાતે ૧૫ ઘટી ૩૮,૯૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ બંધ આવ્યા હતા. સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭,૪૬૬ ખૂલી ઉપરમાં ૩૭,૭૩૦ અને નીચામાં ૩૭,૪૬૬ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૫૨ વધીને ૩૭,૬૯૬ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૪ વધીને ૮ ગ્રામદીઠ ૩૦,૪૧૯ અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૮ ઘટીને ૧ ગ્રામદીઠ ૩૮૪૦ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૧૮ વધીને બંધમાં ૩૭,૬૭૭ રૂપિયાના ભાવ રહ્યા હતા. મુંબઈ હાજર ચાંદી ૭૦ વધી ૪૫,૧૦૦ અને અમદાવાદ ખાતે ૮૦ વધી ૪૫,૧૬૦ રૂપિયા બંધ આવી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૩,૯૦૮ ખૂલી ઉપરમાં ૪૪,૨૯૨ અને નીચામાં ૪૩,૮૮૦ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૨૯ વધીને ૪૪,૨૫૫ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૩૨૧ વધીને ૪૪,૨૬૪ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી ૩૧૬ વધીને ૪૪,૨૬૮ રૂપિયા બંધ રહ્યા હતા.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

રૂપિયો વૃદ્ધિ જાળવી શક્યો નહીં
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉરનો અંત આવે અને પ્રથમ તબક્કાની સંધિ થાય એવી જાહેરાત બાદ ડૉલર વિદેશી બજારમાં નબળો પડ્યો હતો. જોકે ક્રૂડ ઑઈલના ભાવ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ આવતા ભારતીય ચલણ દિવસનો ઉછાળો જાળવી શક્યો નહોતો. દિવસની શરૂઆતમાં રૂપિયો ૩૩ પૈસા વધી ૭૦.૫૪ની સપાટી ખૂલ્યા બાદ ૭૦.૫૦ થયો હતો. આ પછી શૅરબજારની તેજીના કારણે દિવસભર મજબૂત રહ્યા બાદ ક્રૂડ ઑઈલના વધી રહેલા ભાવથી નીચે પટકાયો હતો. દિવસના અંતે રૂપિયો ૭૦.૮૩ની સપાટીએ બંધ આવ્યો હતો.

business news