વૈશ્વિક સોનાનો ભાવ ત્રણ મહિનાની નીચી સપાટીએ : ભારતમાં પણ ભાવ નરમ

13 November, 2019 12:05 PM IST  |  Mumbai

વૈશ્વિક સોનાનો ભાવ ત્રણ મહિનાની નીચી સપાટીએ : ભારતમાં પણ ભાવ નરમ

સોનાના ભાવ ત્રણ મહિનાની નીચી સપાટી નજીક સરકી રહ્યા છે અને બજારની નજર હવે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના ભાષણ પર છે. આ ભાષણમાં અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર મંત્રણા આગળ વધી રહી છે. અટકી પડી છે કે પડી ભાંગી છે એનો સંકેત મળે એની બજારને રાહ છે. છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં જે કડાકો બોલી ગયો છે એનાથી આત્યારે એકદમ સાવચેતી વચ્ચે બજારમાં કામકાજ થઈ રહ્યું છે. ન્યુ યૉર્ક ખાતે કોમેક્સ ડિસેમ્બર વાયદો ૫.૫૫ ડૉલર ઘટી ૧૪૫૧.૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ચાંદીનો વાયદો પણ ૦.૦૬૨ ઘટી ૧૬.૭૩૩ ડૉલર પ્રતિ ઔંસ ઉપર છે.

ભારતમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭,૬૮૭ ખૂલી ઉપરમાં ૩૭,૮૪૮ અને નીચામાં ૩૭,૫૧૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૭ ઘટીને ૩૭,૬૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કૉન્ટ્રૅક્ટ બીજા સત્રના અંતે ૧૭ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૦,૪૬૯ રૂપિયા અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કૉન્ટ્રૅક્ટ બીજા સત્રના અંતે ૨ ઘટીને ૧ ગ્રામદીઠ ૩૮૪૭ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૭ ઘટીને બંધમાં ૩૭,૬૮૮ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૪,૧૦૦ ખૂલી ઉપરમાં ૪૪,૧૯૭ અને નીચામાં ૪૩,૬૦૬ રૂપિયાના સ્તરને સ્પર્શી બીજા સત્રના અંતે ૧૧૪ વધીને ૪૩,૯૮૬ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૧૧૪ વધીને ૪૪,૦૦૬ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૧૦૧ વધીને ૪૪,૦૦૦ રૂપિયા બંધ રહ્યા હતા.

આ પણ જુઓ : ઈશા-આકાશ-અનંતથી અનમોલ-અંશુલ સુધીઃ મળો અંબાણી પરિવાની નવી પેઢીને

ચીનની નવી પેઢીને સોનું નથી ખરીદવું
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક સર્વેક્ષણ અનુસાર વિશ્વના સોનાના સૌથી મોટા બજાર ચીનમાં નવી પેઢીને સોનું ખરીદવા કરતાં અન્ય મોજશોખની ચીજો ખરીદવામાં વધારે રસ છે. ચીનમાં ૧૮થી ૨૨ વર્ષના જૂથના યુવાનોમાંથી માત્ર ૧૨ ટકા જ આગામી એક વર્ષમાં સોનું ખરીદવા તૈયાર છે જેની સામે વધારે ઉંમર ધરાવતા લોકોમાં વધારે ખરીદી કરવાનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. ચીન સૌથી મોટું બજાર હોવાથી જો ત્યાં સોનાની માગ ઘટે અથવા તો ખરીદી કરનાર લોકોની સંખ્યા ઘટે તો બજારમાં મોટો પડકાર ઊભો થઈ શકે છે.

business news