હવે હવાઈ મુસાફરી થશે મોંઘી, આટલા રૂપિયા વધુ ચુકવવા પડશે

08 June, 2019 05:01 PM IST  |  નવી દિલ્હી

હવે હવાઈ મુસાફરી થશે મોંઘી, આટલા રૂપિયા વધુ ચુકવવા પડશે

હવાઈ મુસાફરી બનશે મોંઘી

1 જુલાઈ 2019થી હવાઈ યાત્રા કરવા માટે તમારે વધુ પૈસા ચુકવવા પડશે. એટલે કે વિમાનની મુસાફરી તમારા ખિસ્સાને મોંઘી પડશે. કારણ કે હવે દરેક ટિકિટ પર તમારે 150 રૂપિયા વધુ ચુકવવા પડશે. અને તે હશે એવિશેય સિક્યોરિટી ફી. હાલ આ ફી 130 રૂપિયા છે. એટલે કે તમારે ડોમેસ્ટિક ટ્રાવેલ માટે 20 રૂપિયા વધારે ચુકવવા પડશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ પ્રમાણેનો આદેશ જાહેર કર્યો છે. એવિએશન સિક્યોરિટી ફી એરલાઈન્સ વસૂલે છે. જે હવાઈ ભાડામાં  સામેલ છે. સમાચાર એજન્સી PTIના અહેવાલ પ્રમાણે આ ફીમાં વધારે એટલે કરવામાં આવ્યો છે જેથી 56 એરપોર્ટ પર સિક્યોરિટીના બાકીના ખર્ચની વ્યવસ્થા થઈ શકે. માર્ચ સુધીમાં 600 કરોડ રૂપિયા બાકી હતા.


દેશા 61 એરપોર્ટ પર CISFના સુરક્ષા કમાન્ડો સુરક્ષા માટે તહેનાત રહે છે. આ આદેશ બાદ ડોમેસ્ટિક મુસાફરોએ 150 રૂપિયા અને ઈન્ટરનેશનલ મુસાફરોએ 4.85 ડૉલર વધારે એવિએશન ફી તરીકે ચુકવવા પડશે.

આ પણ વાંચોઃ પ્રિંગલ્સ ઇન્ડિયાએ પેકેજ્ડ ફુડમાંથી સૌથી મોટું વાક્ય બનાવી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરક્રાફ્ટ રૂલ્સ 88A અંતર્ગત, 1937 અંતર્ગત આ ફી વધારવાનો આદેશ આપ્યો છે. આ ફીમાં 2001થી કોઈ જ વધારો નહોતો કરવામાં આવ્યો. ફીમાં વધારો કરવાનો આ નિર્ણય ગયા વર્ષે લેવામાં આવ્યો હતો જેનો અમલ હવે થઈ રહ્યો છે.

business news