પ્રિંગલ્સ ઇન્ડિયાએ પેકેજ્ડ ફુડમાંથી સૌથી મોટું વાક્ય બનાવી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

મુંબઈ | Jun 07, 2019, 17:39 IST

ભારતમાં ફુડ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી કંપની પ્રિંગલ્સ ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચર્ચાનો વિષય બની છે. આ કંપનીએ અનોખું કામ કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નામ મોંધાવ્યું છે.

પ્રિંગલ્સ ઇન્ડિયાએ પેકેજ્ડ ફુડમાંથી સૌથી મોટું વાક્ય બનાવી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો
પ્રિંગલ્સ ઇન્ડિયાએ નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ભારતમાં ફુડ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી કંપની પ્રિંગલ્સ ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચર્ચાનો વિષય બની છે. આ કંપનીએ અનોખું કામ કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નામ મોંધાવ્યું છે. બટાટાની પ્રીમિયમ ચિપ્સ બનાવતી પ્રિન્ગલ્સ ઇન્ડિયાએ પેકેજ્ડ ફૂડનું સૌથી મોટું વાક્ય બનાવીને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. અત્યારે આખો દેશ ક્રિકેટમય બની ગયો છે અને આ વાતાવરણને અનુરૂપ પ્રિન્ગલ્સ કંપનીએ ‘#GetItBackIndia’નો સંદેશ આપીને આ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ક્રિકેટ પ્રેમીઓનાં આ વિશાળ સંદેશને પ્રિન્ગલ્સે ખુલ્યાં ન હોય એવા 10.005 કેનથી બનાવ્યો છે. એમાં ઘણા સ્વાદોની ચિપ્સનાં કેન સામેલ છે. જેમ કે ઓરિજિનલ, સાવર ક્રીમ એન્ડ ઓનિયન, પિત્ઝા અને સાઉથ આફ્રિકન સ્ટાઇલ પેરી પેરી. આ સંદેશને કોચીમાં એક મોલનાં ખુલ્લી છતમાં  રાખવામાં આવ્યો છે.


Pringles India

આ સંદેશ એક અઠવાડિયા માટે જોવા મળશે. આ વિશાળ ડિઝાઇનનું પિક્ચર લઈ શકે છે અને સાથે સાથે એની અડોઅડ દિવાલ પર ટીમ ઇન્ડિયા માટે અંગત સંદેશ લખી શકે છે. આ પહેલ કોચીમાં બોલતા કેલોગ સાઉથ એશિયાના ડાયરેક્ટર-માર્કેટિંગ સુમિત માથરે જણાવ્યું હતું કે, “પ્રિંગલ્સ વિશ્વની અને ભારતની આઇકોનિક બ્રાન્ડ છે. અમારા ગ્રાહકો પ્રિંગલ્સના સ્વાદ અને તેના કેન માટે ચાહે છે. અમે જે પણ કરીએ છીએ તેમાં અમારા લક્ષ્યાંકિત ગ્રાહકો પ્રિંગલ્સને યાદ કરે છે. ગત વર્ષે ક્રિકેટ સીઝન દરમિયાન ‘ગેટ મેચ રેડી વીથ પ્રિંગલ્સ’ કેમ્પેન રજૂ કરવામાં આવી હતી. અમે ગ્રાહકોને અચંબિત કરવા માટે સતત પ્રયાસ કરીએ છીએ ત્યારે સમગ્ર દેશને સંગઠિત કરતા ક્રિકેટ વર્લ્ડકપથી સારી તક બીજી કોઇ ન હોઇ શકે અને આ કેમ્પેનમાં ગીનીઝ વર્લ્ડની માન્યતા કેમ્પનને વધુ રોમાંચક બનાવે છે.”

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK