ગુજરાતની સ્મોલ ફાઇનાન્સ બેન્ક ફિનકેર ઉ.ભારતમાં બ્રાન્ચ શરૂ કરશે

12 June, 2019 09:13 PM IST  |  મુંબઈ

ગુજરાતની સ્મોલ ફાઇનાન્સ બેન્ક ફિનકેર ઉ.ભારતમાં બ્રાન્ચ શરૂ કરશે

ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેન્ક

ગુજરાત બિઝનસ ક્ષેત્રે હરણફાળ ગતીએ આગળ વધી રહ્યું છે. તેનું એક ઉત્તમ ઉદાહરણ ગુજરાતની ફિનકેર બેન્કે આપ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)  દ્વારા હાલમાં જ ગુજરાતની એકમાત્ર સ્મોલ ફાઇનાન્સ બેંક (SFB) 'ફિનકેર' ને શિડયુલ્ડ કમર્શિયલ બેંકનો દરજ્જો મળતા હવે બેંક પોતાની હાજરી વિસ્તારવાની યોજના બનાવી રહી છે.

 

ફિનકેરે પોતાની વિસ્તરણ યોજનાના ભાગ રૂપે ઉત્તર ભારત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તે માટે આવતા એક વર્ષમાં 6 રાજ્યોમાં પોતાની શાખાઓ શરુ કરશે. હાલમાં બેન્ક દેશના 12 રાજ્યોમાં સક્રિય છે જે મુખ્યત્વે પશ્ચિમ અને દક્ષીણ ભારતમાં છે. રિઝર્વ બેન્કે 2015માં અગાઉ દિશા માઇક્રોફિન તરીકે જાણીતી ફિનકેરને સ્મોલ ફાઈનાન્સ બેંકનું લાઇસન્સ આપ્યું હતું અને તેણે જુલાઈ 2017થી બેંક તરીકે કામગીરી શરુ કરી હતી. બેંકે 31 માર્ચ, 2019 સુધી રૂ. 2,043.2 કરોડની ડિપોઝિટ પણ મેળવી છે, જે વાર્ષિક ધોરણે 181% વધારે છે, જેમાં કુલ ડિપોઝિટમાં રિટેલ ડિપોઝિટનો હિસ્સો 58 ટકાથી વધારે છે.

 

ઉત્તર અને પુર્વના 6 રાજ્યોમાં પોતાની બ્રાન્ચ શરૂ કરશે 

બેંકનાં એમડી અને સીઇઓ રાજીવ યાદવે જણાવ્યું કે, શિડયુલ્ડ કમર્શિયલ બેંકનો દરજ્જો મળતા સીડી જેવા નવા માધ્યમો, મ્યુચ્યુઅલ ફંડ, સરકાર અને સરકારી સંસ્થાઓ જેવી જવાબદારીઓનાં નવા સ્ત્રોતોની સુલભતા, અથવા લિક્વિડિટી મેનેજમેન્ટ માટે આરબીઆઈની સુવિધા અમારા માટે વધી છે અને એટલે જ હવે અમે અમારી હાજરી વધારવા તરફ આગળ વધી રહ્યા છીએ. આવતા એક વર્ષમાં અમે પંજાબ, હરિયાણા, જારખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિસીમાં અમે કામગીરી શરુ કરીશું. હાલમાં બેંક ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગણા, રાજસ્થાન અને એનસીઆરમાં કાર્યરત છે.

આ પણ જુઓ : વાયુ વાવાઝોડાની ગુજરાતમાં આવી છે અસર, જુઓ ફોટોઝ

બેન્ક નેટવર્કમાં વધારો કરશે

બેન્કના ડિરેક્ટર સમીર નાણાવટીએ જણાવ્યું કે, નવા રાજ્યો સહીત જ્યાં અમારી હાજરી છે તેવા રાજ્યોમાં અમે બ્રાંચ નેટવર્કમાં વધારો કરીશું. હાલમાં અમારા 570 બેન્કિંગ આઉટલેટ આવેલા છે અને અમે ચાલુ નાણાકિય વર્ષના અંત સુધીમાં 100-150 નવા આઉટલેટ શરુ કરીશું. ગત વર્ષે અમે અમારા નેટવર્કમાં 100 જેટલી નવી બ્રાંચ વધારી હતી. ગુજરાતમાં અમારી 82 જેટલી શાખાઓ આવેલી છે.

business news