માર્કેટમાં રોકાણ કરતા હોવ તો આ બે કરેક્શન વિશે જાણવું ખુબ જ આવશ્યક

21 January, 2023 10:07 PM IST  |  Mumbai | Nirali Kalani

માર્કેટમાં પ્રાઈસ કરેક્શન Vs ટાઈમ કરેક્શન જેવી સ્થિતિ હોય ત્યારે શું કરવાનું ટાળવું જોઈએ તે વિશે ફાઈનાન્શિયલ એડવાઈઝર નિનાદ પરીખે કરી વાત.

પ્રતીકાત્મક તસવીર

દરેક વ્યક્તિ પોતાની આવકમાંથી જરૂરિયાત પુરી કર્યા બાદ થોડી બચત કરવાનો પ્રયાસ કરતી હોય છે. સામાન્ય માણસ એ બચતમાંથી અને ધનાઢ્ય માણસ પોતાની શક્તિ પ્રમાણે નાણાંનું રોકાણ કરતો હોય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના સમય, નાણાં કે અન્ય કોઈ વસ્તુનું ગમે તેમાં રોકાણ કરે ત્યારે તેના પર બિન જરૂરી દેખરેખ રાખી સતત તેનું મુલ્યાંકન કરતી રહેતી હોય છે. કેટલો ફાયદો થશે તે દિશામાં સતત મગજ દોડાવતા લોકો હંમેશાં માર્કેટ પર નજર રાખતાં હોય છે. પરંતુ હકીકતે, આવું કરવાનું ટાળવું જોઈએ. તમને સવાલ થશે કે શા માટે? તો એનો જવાબ અહીં જણાવે  છે ફાઈનાન્શિયલ એડવાઈઝર નિનાદ પરીખ

ગત સમયે આપણે વાત કરી હતી કે આવકમાંથી ખર્ચ બાદ  કરતાં બચતી રકમનું કેવી રીતે તબક્કા પ્રમાણે રોકાણ કરવું જોઈએ. ત્યારે આજે આપણે વાત કરવાની છે કે કોઈ પણ જગ્યાએ નાણાનું રોકાણ કર્યા બાદ કઈ કઈ પ્રક્રિયાઓ ટાળવી જોઈએ. ફાઈનાન્શિયલ એડવાઈઝર નિનાદ પરીખ માર્કેટ વિશે વાત કરતાં જણાવે છે કે બજારમાં બે ટાઈપના કરેક્શન હોય છે, પ્રાઈસ કરેક્શન (Price Correction) Vs ટાઈમ કરેક્શન (Time Correction). પ્રાઈસ કરેક્શન એટલે જે તે મુડીનો ભાવ ઘટતો જાય છે અને ટાઈન કરેક્શન એટલે મુડી સ્થિર રહે છે ભાવ ઘટતો નથી પરંતુ વધતો પણ નથી. આ સમયે કસ્ટમરે શું કરવું જોઈએ. આવા સમયે ગ્રાહકોએ નીચે આપેલી સાત પ્રક્રિયાઓ કરવાનું ટાળવું જોઈએ. 

1. કોન્સ્ટન્ટ માર્કેટ જોવાનું ટાળવું જોઈએ

2. ટ્રેન્ગની પાછળ ભાગવાનું છોડો

3. સોશિયલ મીડિયા આપવામાં આવતી સલાહને અનુસરો નહીં

4. કરેલા રોકાણની વૃદ્ધિ માટે સમય આપો

5.રોકાણ પાછળના ધ્યેયને સ્પષ્ટ સમજવો

6.માર્કેટનો અંદાજો લગાવવાનું છોડવું જોઈએ

આ પણ વાંચો: મની મેનેજમેન્ટ: બચતમાંથી મુડી ઉભી કરવાના મહત્વના ત્રણ સ્ટેપ

business news share market gujarati mid-day nirali kalani