FDI નો બીજો અર્થ જે હું કહું છુ, ‘ફર્સ્ટ ડેવલોપ ઇન્ડિયા’ : PM મોદી

20 December, 2019 01:26 PM IST  |  New Delhi

FDI નો બીજો અર્થ જે હું કહું છુ, ‘ફર્સ્ટ ડેવલોપ ઇન્ડિયા’ : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PC : ANI)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે એસોસિએટેડ ચેંબર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા (ASSOCHAM) ના 100 વર્ષના ઉદ્ધાટન સમારોહમાં પહોંચ્યા હતા. જ્યા તેમણે કહ્યું કે સરકારે ઇકોનોમીમાં સ્થિરતા લાવવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે 5-6 વર્ષ પહેલા અર્ષવ્યવસ્થા નીચે જઇ રહી હતી. અમે ઉદ્યોગ જગતની વર્ષો પહેલાની માંગોને અત્યારે ધ્યાન પર રાખ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે 5 ટ્રિલિયન ઇકોમોનીનું લક્ષ્યાંક મેળવી શકાય છે અને ભારતીય અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટે ચારેય તરફ પગલા લેવામાં આવી રહ્યા છે.

5 ટ્રિલિયન ઇકોનોમી અમારા માટે પડકાર છે : વડાપ્રધાન મોદી
PM મોદીએ વધુમાં કહ્યું કે 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી છે તો હું જનતાને જણાવવા માંગુ છું કે આ અમારા માટે એક પડકાર છે. લોકોએ અમારી આલોચના કરી છે. આધાર લિંક્ડ પેમેટ્સ, જીએસટી જેવા અન્ય અર્થવ્યવસ્થાને મજબુત કરવા માટેના મજબુત પગલા અમે લીધા છે. તેમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં ઇકોનોમીમાં મજબુતી આવી છે અને ઇકોનોમિક ગ્રોથ માટે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે અમે સરકારની કમાન સંભાળી ત્યારે ‘is of doing business’ માં ભારતનો રેંક 142 હતો. ભારતીય કારોબારમાં પ્રગતી લાવ્યા બાદ રેંકિંગમાં અને ત્રણ વર્ષમાં જ 63માં સ્થાને પહોંચી ગયા.

અર્થવ્યવસ્થાને ઝડપી બનાવવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધાર્યો: PM મોદી
તેમણે વધુમાં કહ્યું કે અર્થવ્યવસ્થાની ઝડપ વધારવા માટે આધુનિક ટેકનોલોજીનો વપરાશ કરવામાં ભાર મુક્યો છે. ઓનલાઇન કંપની રજિસ્ટ્રેશનની સુવિધાની સાથે-સાથે ઘણી એવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેણે કારોબાર સરળતાથી અને ઝડપથી વધી શકે.



ઉદ્યોગ જગત નથી ઇચ્છતું કે ટેક્સની માયાજાણ ઓછી થાય: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે શું ઉદ્યોગ જગત નથી ઇચ્છતો કે દેશમાં ટેક્સની માયાજાણ ઓછી થાય. એટલા માટે અમે GST લાવ્યા. વ્યાપાર જગતથી જે પણ ફિડબેક મળ્યા, અમે જીએસટીમાં આવશ્યક ચીજવસ્તુઓ જોડી રહ્યા છીએ અને જેમાં જરૂરી પરિવર્તન કરી રહ્યા છીએ.

લેબર કાયદામાં ઘણા બદલાવ કર્યા
અમે લેબર કાયદામાં ઘણા બદલાવ કર્યા જે અત્યારના સમયની માંગ છે. તેમણે કહ્યું કે દેશ માટે કામ કરવા માટે ઘણા ગુસ્સાનો સામનો કરવો પડે છે. ઘણા લોકોની નારાજગીનો પણ સામનો કરવો પડે છે.

આ પણ જુઓ : એક સમયે આવા લાગતા હતા વડાપ્રધાન મોદી, પોતે જ શૅર કર્યા ફોટોઝ

FDI ના બે અર્થ થાય છે: PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં FDI નો ફ્લો વધ્યો છે. FDI ના બે અર્થ નિકળે છે. પહેલો અર્થ જે બધા લોકો જાણે છે, ‘વિદેશી પ્રત્યક્ષ રોકાણ (Foreign Direct Investment)’ અને બીજો અર્થ જે હું કહું છું, ‘ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા’.

business news narendra modi