એસ્સેલ ગ્રુપ વિવાદ : મ્યુચ્યુઅલ ફંડને 2600 કરોડ ચુકવશે

20 August, 2019 08:35 PM IST  |  Mumbai

એસ્સેલ ગ્રુપ વિવાદ : મ્યુચ્યુઅલ ફંડને 2600 કરોડ ચુકવશે

Mumbai : છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ મ્યુચ્યુઅલ ફંડ્ય અને એસ્સેલ ગ્રુપ વચ્ચેના વિવાદનો અંત આવ્યો છે. મળી રહેલ માહિતી પ્રમાણે એસ્સેલ ગ્રુપ ચાલુ સપ્તાહે જ મ્યુચ્યુઅલ ફંડ્સને કુલ 4200 કરોડના લેણામાંથી 2600 કરોડ રકમની ચુકણવી કરશે. એસ્સેલ ગ્રુપે હાલમાં જ ઝી એન્ટરટેઇનમેન્ટનો 11 ટકા હિસ્સો વૈશ્વિક ફંડ ઇન્વેસ્કો ઓપનહાઇમરને વેચી ભંડોળ એકત્ર કર્યું હતું. એસ્સેલ ગ્રુપ આ ફંડનો ઉપયોગ મ્યુચ્યુલ ફંડ્સની ચુકવણી માટે કરાશે.

ઝી એ એન્ટરટેઇનમેન્ટનો 11 ટકા હિસ્સો વેચીને મેળવેલી રકમ મ્યુચ્યુઅલ ફંડને ચુકવશે
Zee ના હિસ્સાના વેચાણમાંથી એકત્ર ભંડોળમાંથી NBFCsને ₹1,100 કરોડ મળશે. એસ્સેલ જૂથે 30 સપ્ટેમ્બર પહેલાં મ્યુ ફંડ્સને વધુ ₹3,700 કરોડ ચૂકવવાના છે. એસ્સેલ એવું નહીં કરી શકે તો ફંડ્સ નાણાંની રિકવરી માટે બજારમાં ઝીના શેર્સનું વેચાણ કરે તેવી શક્યતા છે. લગભગ છ ફંડ હાઉસ એસ્સેલ ગ્રૂપની કંપનીઓ ઝી, ડિશ ટીવી અને એસ્સેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જામીનગીરી સ્વરૂપે લગભગ ₹6,300 કરોડનું એક્સ્પોઝર ધરાવે છે. એસ્સેલના પ્રમોટર્સે મ્યુ ફંડ્સ સાથે કરાર કર્યા હતા. જેના ભાગરૂપે તેમણે મ્યુ ફંડ્સ પાસે ઋણ ચૂકવવા 30 સપ્ટેમ્બર સુધીની મુદત માંગી હતી. કરારને પગલે મ્યુ ફંડ્સે જામીનગીરી તરીકે પડેલા શેર્સ બજારમાં વેચ્યા ન હતા.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

એસ્સેલ ગ્રુપ અને મ્યુચ્યુઅલ ફંડના કરારથી અનેક
FMPs ને પે આઉટમાં અસર પડી હતી
એસ્સેલ ગ્રૂપ અને મ્યુ ફંડ્સ વચ્ચેના કરારથી કોટક મહિન્દ્રા AMC અને HDFC AMCના ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન્સ (FMPs)ના પે-આઉટ પર અસર પડી હતી. કોટક મ્યુ ફંડની 8 એપ્રિલથી 31 મેના ગાળામાં પાકતી FMPsના રોકાણકારોને એસ્સેલ દ્વારા પેમેન્ટમાં વિલંબને કારણે સંપૂર્ણ રકમ પરત મળી ન હતી. HDFC મ્યુ ફંડે યુનિટધારકોને એપ્રિલના મધ્ય ભાગમાં પાકતી મુદતે રિડેમ્પશનને બદલે રોકાણને વધુ 380 દિવસ લંબાવવાનો વિકલ્પ આપ્યો હતો.

business news