ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ છ મહિનાના તળિયે

10 June, 2023 12:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એસઆઇપીમાં રોકાણ મે મહિનામાં ફરી ૧૪,૦૦૦ કરોડની ઉપર

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મે મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણનો પ્રવાહ ઘટીને ૩૨૪૦ કરોડ રૂપિયા થયો હતો, જે એ ૬ મહિનામાં સૌથી નીચો સ્તર હતો, જેનું મુખ્ય કારણ શૅરબજારમાં વધતા જતા રોકાણકારો દ્વારા પ્રૉફિટ બુકિંગ હતું.

જ્યારે આ સતત ૨૭મો મહિનો હતો કે ઇક્વિટી ઍસેટ ક્લાસે નેટ રોકાણપ્રવાહ મેળવ્યો હતો, જ્યારે એપ્રિલની તુલનામાં રોકાણનું પ્રમાણ અડધું થઈ ગયું છે એમ અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે. જોકે એસઆઇપી (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)ના પ્રવાહ ફરી ૧૪,૦૦૦ કરોડ રૂપિયાના આંકથી ઉપર છે અને ગયા મહિને ૧૪,૭૪૯ કરોડ રૂપિયાની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. 

એપ્રિલમાં ટૂંકા ગાળામાં ૧૩,૭૨૮ કરોડ રૂપિયા થયા બાદ રોકાણકારોએ તેમનું શિસ્તબદ્ધ રોકાણ ચાલુ રાખ્યું છે. એકંદરે ૪૨-પ્લેયર મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં રોકાણનો પ્રવાહ ચાલુ છે અને ડેટ-ઓરિયેન્ટેડ સ્કીમ્સના યોગદાન પર ૫૭,૪૨૦ કરોડ રૂપિયા આકર્ષ્યા છે. એ અગાઉના મહિનામાં ૧.૨૧ લાખ કરોડ રૂપિયાના ચોખ્ખા રોકાણને પગલે આવ્યું છે. 

business news share market stock market national stock exchange bombay stock exchange