PF ખાતા ધારકો માટે ખુશખબરી, જલ્દી લેવાશે આ મહત્વનો નિર્ણય

21 August, 2019 06:35 PM IST  |  Mumbai

PF ખાતા ધારકો માટે ખુશખબરી, જલ્દી લેવાશે આ મહત્વનો નિર્ણય

New Delhi : પ્રોવીડન્ડ ફંડ ખાતે ધારકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ સાથે હૈદ્વાબાદમાં બેઠક થવાની છે. બેઠકમાં EPFO બે મુદ્દાને લઇને ચર્ચા કરી કરી શકે છે. બેઠકમાં પેંશનધારકોના પેંશનને બમણું કરવાની અને પીએફ પર ગત વર્ષ માટે કેટલું વ્યાજ આપવામાં આવે તેના પર ચર્ચા થઇ શકે છે.

પેંશન થશે બમણું
સૂત્રોનું માનીએ તો બેઠકમાં ન્યૂનતમ પેંશને 100 રૂપિયાથી વધારીને 2000 રૂપિયા કરવા અંગે વિચાર કરવામાં આવી શકે છે. આ ઉપરાંત નાણાકીય 2018-19 માટે પીએફ પર વ્યાજ દરને 8.65 ટકા રાખવા પર પણ સહમતિ બની શકે છે. આ બંને નિર્ણયનો ફાયદો પેંશન અને પીએફ ધારકોને મળશે. બેઠકમાં ન્યૂનતમને વધારીને 1 હજારથી 2 હજાર રૂપિયા કરવાના પ્રસ્તાવને જો બોર્ડ દ્વારા મંજૂરી મળે છે તો પછી તેને મંજૂરી માટે નાણા મંત્રાલય પાસે મોકલવામાં આવશે.  

બમણા પેંશન માટે તૈયાર છે સરકાર
અમારી સહયોગી વેબસાઇટ ઝી બિઝનેસમાં પ્રકાશિત સમાચાર અનુસાર ન્યૂનતમ પેંશનમાં વધારાને લઇને સરકાર ઇપીએફઓ સાથે પહેલાં વાતચીત કરી ચૂકી છે. શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવારે પહેલાં જ પેંશનને બમણું કરવા પર પોતાની સહમતિ દર્શાવી હતી. સરકારે પણ પક્ષમાં છે કે કે પેંશનને 2000 રૂપિયા કરવામાં આવે. જોકે ઇપીએફઓએ સરપ્લસ પૈસા ન હોવાની વાત કહીને ન્યૂનતમ પેંશનને વધારવાની મનાઇ કરી દીધી હતી. પરંતુ તેને ફરીથી રિવ્યૂ કરવામાં આવી રહી છે. જો સીબીટી તેને મંજૂર કરે છે તો નિશ્વિત જ ખૂબ મોટો નિર્ણય હશે.  

કેમ મળશે વધુ પેંશન?
ઇપીએફઓએ નાણાકીય વર્ષ 2018-19 માટે પીએફ પર વ્યાજ દર 8.55 ટકાથી વધારીને 8.65 ટકા કરવાની ભલામણ કરી હતી. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર પીએફ પર વધુ વ્યાજ આપ્યા બાદ પણ અત્યારે ઇપીએફઓ પાસે 150 કરોડ રૂપિયાથી વધુની કેશ છે. નબળા વ્યાજ દરના લીધે થનાર નુકસાન પહેલાં જ કવર કરવામાં આવ્યું છે. એટલા માટે ખાતાધારકોને વધુ વ્યાજ આપવામાં કોઇ સમસ્યા નથી. જોકે નાણા મંત્રાલયે 8.65 ટકા વ્યાજ આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવતાં તેને ફરીથી રિવ્યૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આજે તેને ફરીથી રિવ્યૂ કરવા માટે બેઠકમાં રાખવામાં આવી શકે છે.

આ પણ જુઓ : કલમ 370 હટવા પર નેટીઝન્સ થયા છે ક્રેઝી, મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો

શું છે નાણા મંત્રાલયની ચિંતા?
નાણા મંત્રાલયને આ વાતની ચિતા છે કે પીએફ પર વધુ વ્યાજ આપવાથી બેંકો માટે આકર્ષક વ્યાજ દર આપવું સંભવ નથી. તેની સીધી અસર અર્થવ્યવસ્થા પર પડશે. નાણા મંત્રી નિર્મલા સીતારણની મંજૂરી આપ્યા બાદ શ્રમ મંત્રાલયને સોંપવામાં આવેલા મેંમોરેંડમમાં કહેવામાં આવ્યું છે કે IL&FS રોકાણના લીધે ફંડને નુકસાન થયું છે. નાણા મંત્રાલયની સમસ્યા એવા સમયે આવી છે જ્યારે બેંક ફંડ એકઠું કરવા માટે વ્યાજ દર ઓછા કરવાનું વિચારી રહી છે.

business news