ફ્યુચર ગ્રુપને ડ્યુટી લાભને લઇને DRI એ ફટકારી નોટીસ

21 August, 2019 08:05 PM IST  |  Mumbai

ફ્યુચર ગ્રુપને ડ્યુટી લાભને લઇને DRI એ ફટકારી નોટીસ

Mumbai : ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ(DRI) એ ફ્યુચર એન્ટરપ્રાઇઝને ડ્યૂટી બેનિફિટનો ખોટો દાવો કરવા બદલ શો-કોઝ(કારણદર્શક) નોટિસ આપી છે. કંપનીએ બેનિફિટ સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(SAFTA) હેઠળ આ દાવો કર્યો હતો. ડીઆરઆઈનો આરોપ છે કે, ફ્યુચર એન્ટરપ્રાઇઝે મૂળ અને વેલ્યૂ ઓડિશનના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. સૂત્રએ જણાવ્યું કે, ડીઆરઆઈએ બાંગ્લાદેશથી થતી આયાત પરના કથિત ઉલ્લંઘનની તપાસને પૂર્ણ કરી છે અને કંપનીને ૧૫ કરોડ રૂપિયાની શો-કોઝ નોટિસ રજૂ કરી છે.

SAFTA હેઠળ, ભારતના આયાતકારને બાંગ્લાદેશથી ડ્યુટી મુક્ત આયાત માટે ૩૦ ટકા સ્થાનિક વેલ્યૂ એડિશન બતાવવું જરૂરી છે. ડીઆરઆઈનો આરોપ છે કે, કંપનીએ મૂલ્ય ઉમેર્યા વિના ડ્યૂટીનો લાભ લીધો હતો. DRIએ ૮૩ કન્સાઈનમેન્ટ અને બાંગ્લાદેશની સ્થાનિક નિકાસ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન દ્વારા રજૂ કરાયેલા મૂળ પ્રમાણપત્રના નિયમો પર સવાલ ઉઠાવ્યા છે. ડીઆરઆઈએ આ અંગે જણાવ્યું કે, કંપની દ્વારા રજૂ કરાયેલા પ્રમાણપત્રો મૂલ્ય વૃદ્ધિના દાવા સાથે મેળ ખાતા નથી.

આ પણ જુઓ : કલમ 370 હટવા પર નેટીઝન્સ થયા છે ક્રેઝી, મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો

આ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં, ચાઇના અને દુબઈ જેવા અન્ય દેશોમાં મંજૂરી વગર સ્થાનિક મૂલ્યમાં વધારો કર્યા વિના આયાત કરવા માટે આ મુક્તિનો દૂરઉપયોગ કરવામાં આવે છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, ડીઆરઆઈ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે કંપની બાંગ્લાદેશ, ચીન, દુબઇ અને સિંગાપોરથી કપડાંની આયાત મંજૂરી વગર મૂલ્યમાં વધારો કરી કરવામાં આવે છે.

business news