Bank માં રાખેલી ડિપોઝીટનું ઇન્શોયરન્સ કવર કરવાની માંગ ઉઠી

07 October, 2019 09:05 PM IST  |  Mumbai

Bank માં રાખેલી ડિપોઝીટનું ઇન્શોયરન્સ કવર કરવાની માંગ ઉઠી

Mumbai : છેલ્લા ઘણા દિવસોથી ભારતમાં પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેન્કના ગોટાળા સામે આવતા દેશના લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જેને પગલે હવે જમાકર્તાઓની રકમનું ઈન્શ્યોરન્સ કવર વધારવાની જરૂરિયાત ઉભી થઇ છે. સોમવારે બહાર આવેલા એસબીઆઈના રિસર્ચ રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડિપોઝીટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશને(ડીઆઈસીજીસી) બેન્ક એકાઉન્ટહોલ્ડર્સને 1 લાખ રૂપિયા સુધીની રકમ(મૂળધન અને વ્યાજ)ના વીમાની સુવિધા આપે છે.


સિનિયર નાગરિકો માટે અલગ પ્રાવધાન હોવા જોઈએઃ રિપોર્ટ
એસબીઆઈના રિપોર્ટ મુજબ ડીઆઈજીસીનું કવરેજ વધારવાની સાથે બે કેટેગરી હોવી જોઈએ. બચત ખાતા માટે ઓછામાં ઓછા એક લાખ અને સ્થિર થાપણ ખાતાઓ માટે ઓછામાં ઓછા 2 લાખનું કવરેજ હોવું જોઈએ. વરિષ્ઠ નાગરિકો માટે અલગથી પ્રાવધાન હોવું જોઈએ.

આ પણ જુઓ : આ ગુજરાતીઓએ કુદરતની વચ્ચે જાત સાથે વીતાવ્યો સમય

RBI એ તત્કાલ અસરથી 6 મહીના માટે PMC બેન્ક પર પ્રતિબંધ મુક્યો
એનપીએની માહિતી છૂપાવવા અને બીજી અનિયમિતતાઓના કારણે પીએમસી બેન્ક પર આરબીઆઈએ ગત મહિને 6 મહીના માટે પ્રતિબંધ લગાવ્યો છે. અગાઉ એકાઉન્ટહોલ્ડર્સ માટે રકમ વિડ્રોઅલની લિમિટ 1000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. જોકે ગ્રાહકોના હિતોનું ધ્યાન રાખીને બાદમાં લિમિટ વધારીને 25 હજાર રૂપિયા કરવામાં આવી છે.

business news national news reserve bank of india