ગુજરાતમાં મે મહિના વ્હિકલ્સના રજીસ્ટ્રેશનમાં 17.8 ટકાનો ઘટાડો: FADA

15 June, 2019 02:34 PM IST  | 

ગુજરાતમાં મે મહિના વ્હિકલ્સના રજીસ્ટ્રેશનમાં 17.8 ટકાનો ઘટાડો: FADA

ફાઈલ ફોટો

ફેડરેશન ઓટોમોબાઈલ ઓફ ડિલર્સ એસોશિએસન દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ગુજરાતમાં મે મહિના દરમિયાન ગાડી અને ટુ-વ્હીલર્સના રજીસ્ટ્રેશનમાં 17 ટકા ઘટાડો જોવા મળ્યો છે. ફેડરેશન દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર મે 2018માં ગુજરાતમાં 1.35 લાખ વાહનો નોંધાયા હતા જ્યારે મે 2018માં આ 1.11 લાખ વાહનોની નોંધણી થઈ હતી. ઓટોમોબાઈલના જાણકારો અનુસાર કેશફ્લો ઓછો હોવાના કારણે આ ઘટાડો જોવા મળી રહ્યો છે.

મે મહિના દરમિયાન ટુ-વહીલર્સના વેચાણમાં મહત્તમ ઘટાડો જોવા મળ્યો હતો. મે 2018માં 1.10 ટુ-વ્હિલર્સ વેચાયા હતા જ્યારે મે 2019માં આ આંકડો 89,504 પર અટક્યો હતો. ગત વર્ષના મે મહિના કરતા આ વર્ષે મે મહિનામાં 19 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ફોર વ્હિલર્સમાં પણ 12 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. મે 2018માં 25,127 વાહનો નોંધાયા હતા જ્યારે મે 2019માં 21,929 વાહનોની નોંધણી થઈ હતી.

આ પણ વાંચો: Airtel ને પછાડી Reliance Jio બન્યું બાદશાહ

ગુજરાત FADAના ડિરેક્ટર પ્રણવ શાહે કહ્યું હતું કે, કન્ઝ્યુમર્સ પાસે લિક્વિડિટીની અછતના કારણે વાહનોના રજીસ્ટ્રેશનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મેના શરુઆતી દિવસોમાં ઓછા વાહનોની નોંધણીનું કારણ લોકસભા ચૂંટણી જણાઈ રહ્યું હતું જો કે ત્યારબાદ એનાલિસિસમાં ખ્યાલ આવ્યો હતો કે માર્કેટમાં લિક્વિડિટીના ઘટાડો થવાના કારણે મે મહિનામાં ગયા વર્ષ કરતા ઓછા વાહનો રજીસ્ટર્ડ થયા હતા.

gujarat business news gujarati mid-day