દેશની ડિસેમ્બરની નિકાસ ૧૨.૨ ટકા ઘટી, વેપારખાધ સ્થિર

17 January, 2023 05:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ડિસેમ્બર દરમ્યાન દેશની એકંદર નિકાસ નવ ટકા વધીને ૩૩૨.૭૬ અબજ ડૉલર થઈ છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભારતની નિકાસ ડિસેમ્બર ૨૦૨૨માં ૧૨.૨૦ ટકા ઘટીને ૩૪.૪૮ અબજ ડૉલર થઈ છે જે ગયા વર્ષના સમાન મહિનામાં ૩૯.૨૭ અબજ ડૉલર હતી, એમ સોમવારે વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ડેટા કહે છે. ડિસેમ્બર ૨૦૨૨માં પણ આયાત ઘટીને ૫૮.૨૪ અબજ ડૉલરની થઈ હતી જે ગયા વર્ષ કરતાં  ૬૦.૩૩ અબજ ડૉલરની હતી. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ડિસેમ્બર દરમ્યાન દેશની એકંદર નિકાસ નવ ટકા વધીને ૩૩૨.૭૬ અબજ ડૉલર થઈ છે. આ સમયગાળા દરમ્યાન આયાત ૨૪.૯૬ ટકા વધીને ૫૫૧.૭૦ અબજ ડૉલર થઈ છે. વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ભારે ઊથલપાથલ હોવા છતાં ભારતની નિકાસમાં સ્થિતિ સારી જોવા મળી છે.

business news