તહેવાર પહેલા મળી રહ્યું છે સસ્તું સોનું, કરમાં છૂટ સાથે મેળવો આ સુવિધાઓ

21 October, 2019 03:22 PM IST  |  મુંબઈ

તહેવાર પહેલા મળી રહ્યું છે સસ્તું સોનું, કરમાં છૂટ સાથે મેળવો આ સુવિધાઓ

સોનામાં રોકાણ કરવાની સારી તક

ધનતેરસ અને દિવાળી પહેલા સરકારે સસ્તા દરે પર સોનું ખરીદવાનો મોકો આપ્યો છે. રોકાણકરો સૉવરેન ગોલડ બૉન્ડ યોજના અંતર્ગત સસ્તું સોનું ખરીદી શકે છે. આ યોજનાનો લાભ તમે 21 ઑક્ટોબરથી 25 ઑક્ટોબર સુધી ઉઠાવી શકો છો. જેના વેચાણ થવા પર થનારા લાભ પર આવકવેરાના નિયમો અંતર્ગત છૂટ આપવામાં આવશે. આરબીઆઈ તેને સરકારની તરફથી 30 ઑક્ટોબરે જારી કરશે.

આ સ્કીમ અંતર્ગત ગ્રાહક 3, 835 રૂપિયા પ્રતિ ગ્રામ પર સોનું ખરીદી શકે છે. એ રોકાણકારો જે તેના માટે ઑનલાઈન અપ્લાઈ કરવા માંગે છે અને તેનું પેમેન્ટ ઑનલાઈન કરવા માંગે છે તેમણે પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મળશે. આ યોજનામાં રોકાણ કરવા માટે તમારે ઓછામાં ઓછું 1 ગ્રામ સોનું ખરીદવું પડશે. આરબીઆઈ પ્રમાણે ગોલ્ડ બૉન્ડ સબ્સ્ક્રીપ્શન માટે ફરી એક વાર આવતા વર્ષે ખોલવામાં આવશે.

કેવી રીતે મેળવશો ટેક્સમાં છૂટ
ગોલ્ડ બૉન્ડનો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષનો હોય છે અને તેના પર દર વર્ષે 2.5 ટકા વ્યાજ મળે છે. તેના પર મળતું વ્યાજ રોકાણકારના ટેક્સ સ્લેબને અનુરૂપ કર યોગ્ય હોય છે, પરંતુ તેના પર ટીડીએસ નથી કપાતો. રોકાણકારોએ સમજવું પડશે કે જો બૉન્ડ ત્રણ વર્ષ બાદ અને આઠ વર્ષના મેચ્યોરિટી પીરિયડ પહેલા વેચવામાં આવે છે તો તેના પર 20 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગશે, પરંતુ મેચ્યોરિટી પીરિયડ બાદ વેચવામાં આવશે તો મળતું વ્યાજ કરમુક્ત રહેશે. એક વ્યક્તિ એક નાણાંકીય વર્ષમાં 1 ગ્રામથી લઈને 500 ગ્રામ સુધીનું રોકાણ કરી શકે છે.  આ સ્કીની શરૂઆત 2015માં કરવામાં આવી હતી.

આ પણ જુઓઃ Maharashtra Assembly Polls: આમિર ખાન, દિયા મિર્ઝા, ગુલઝારે કર્યું મતદાન....

સૉવરેન ગૉલ્ડ બૉન્ડ શું છે?
આ સ્કીમમાં રોકાણ કરીને સોનામાં પૈસા રોકી શકે છે, પરંતુ આ માટે તેમણે ફિઝિકલ ફૉર્મમાં સોનું રાખવાની જરૂર નથી. સ્કીમમાં રોકાણકારોને પ્રતિ યૂનિટ ગોલ્ડમાં રોકાણ કરવાનો મોકો મળે છે, જેની કિંમત બુલિયન બજાર મૂલ્ય સાથે જોડાયેલી હોય છે.

business news