HSBCના નબળાં પરિણામોથી ગ્લોબલ સ્લોડાઉનનો ભય વધતાં સોનું ઊછળ્યું

21 February, 2019 10:08 AM IST  |  | બુલિયન બુલેટિન-મયૂર મહેતા

HSBCના નબળાં પરિણામોથી ગ્લોબલ સ્લોડાઉનનો ભય વધતાં સોનું ઊછળ્યું

યુરોપની સૌથી મોટી HSBC (હૉન્ગકૉન્ગ ઍન્ડ શાંઘાઈ બૅન્કિંગ સર્વિસ)નાં વાર્ષિક રિઝલ્ટ ધારણાંથી ઘણાં જ નબળાં આવતાં ફરી એક વખત ગ્લોબલ સ્લોડાઉનનો ભય વધ્યો હતો જેને કારણે સોનામાં નવેસરથી લેવાલી નીકળતાં છેલ્લા ૨૪ કલાકમાં સોનું ૧૫થી ૧૮ ડૉલર ઊછળ્યું હતું. ટ્રમ્પે ટ્રેડ-વૉર ખતમ થવા વિશે પૉઝિટિવ નિવેદન કરતાં ડૉલરનું સેફ હેવન સ્ટેટસ નબળું પડતાં ડૉલર પણ ઘટ્યો હતો જેનો સર્પોટ સોનાને મળ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

જપાનની ઇમ્ર્પોટ જાન્યુઆરીમાં ૦.૬ ટકા ઘટી હતી. માર્કેટની ધારણા ૨.૮ ટકા ઘટાડાની હતી અને ડિસેમ્બરમાં ઇમ્ર્પોટ ૧.૯ ટકા વધી હતી. જપાનની એક્સર્પોટ જાન્યુઆરીમાં ૮.૪ ટકા ઘટી હતી જે ડિસેમ્બરમાં ૩.૯ ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા ૫.૫ ટકા ઘટાડાની હતી. જપાનની એક્સર્પોટ  ધારણા કરતાં વધુ ઘટતાં ટ્રેડ ડેફિસિટ વધીને ૧૪૧૫ અબજ યેનના લેવલે પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૯૪૮ અબજ યેન હતી. અમેરિકાનો હોમ બિલ્ડર્સ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં વધીને ચાર મહિનાની ઊંચાઈએ ૬૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૯ પૉઇન્ટની હતી. અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉર ખતમ થવાની ચાલી રહેલી મંત્રણા વિશે ટ્રમ્પે પૉઝિટિવ નિવેદન કરતાં ડૉલરનું સેફ હેવન સ્ટેટસ નબળું પડ્યું હતું અને ડૉલર ઘટતાં સોનું નવેસરથી દસ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

યુરોપની સૌથી મોટી બૅન્ક HSBCના એન્યુઅલ રિઝલ્ટ માર્કેટની ધારણાં કરતાં ઘણાં જ નબળાં આવતાં ગ્લોબલ સ્લોડાઉનનો ભય વધ્યો હતો. ઇકૉનૉમિસ્ટોના જણાવ્યા અનુસાર ચાઇનીઝ ઇકૉનૉમી સતત નબળી પડતી જતી હોવાથી અને બ્રેક્ઝિટ ડીલમાં અનેક અવરોધો ઊભા થયા હોવાથી એની ઇકૉનૉમી પર થયેલી અસરના કારણે HSBCના પરિણામો નબળાં આવ્યાં હતાં. બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મે દ્વારા બ્રેક્ઝિટ ડીલના અવરોધો સમાપ્ત કરવા નવેસરથી પ્રયાસો શરૂ થયા હતા.

આ પણ વાંચોઃ ૧૨ બૅન્કો માટે ૪૮,૨૩૯ કરોડ ફાળવવાની સરકારે કરી જાહેરાત

અમેરિકા-ચીન વચ્ચે વૉશિંગ્ટનમાં ચાલી રહેલી મંત્રણાનું અપડેટ મેળવ્યા બાદ ટ્રમ્પે નિવેદનમાં જણાવ્યું હતું કે મંત્રણાની પ્રગતિ એકદમ પૉઝિટિવ છે અને ૧ માર્ચની ડેડલાઇન પહેલાં બન્ને દેશો વચ્ચે ટ્રેડ-વૉર ખતમ કરવાનું ડીલ થવાની શક્યતા છે, પણ ડેડલાઇન લંબાવવા માટે અમેરિકા પૉઝિટિવ છે. આ નિવેદન બાદ ડૉલર ઘટ્યો હતો. ગ્લોબલ સ્લોડાઉન અને ટ્રેડ-વૉર, બન્ને ઘટનાઓ સોનાની તેજી માટે પૉઝિટિવ હોવાથી આગામી દિવસોમાં સોનામાં તેજી ચાલુ રહેવાના ચાન્સિસ સતત વધી રહ્યા છે.

gujarat news