Budget 2019: જાણો શું છે બજેટ પર ક્રેડાઈના ચેરમેનની પ્રતિક્રિયા

05 July, 2019 05:57 PM IST  |  મુંબઈ

Budget 2019: જાણો શું છે બજેટ પર ક્રેડાઈના ચેરમેનની પ્રતિક્રિયા

જાણો શું છે બજેટ પર ક્રેડાઈના ચેરમેનની પ્રતિક્રિયા

મોદી સરકારની બીજી ઈનિંગનું બજેટ આવી ગયું છે. આ બજેટમાં સામાજિક ક્ષેત્રના ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરતા રોકાણને વધારવાની માંગ કરવામાં આવી છે.નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના પહેલા બજેટના ભાષણમાં 2022 સુધીમાં 19.5 ગ્રામીણ ઘરોના નિર્માણનું વચન આપ્યું છે. સાથે જ હાઉસિંગનું સ્વપ્ન સાકાર કરવા માટે હોમલોન પર પણ છૂટ આપવામાં આવી છે.

બજેટ પર વાત કરતા ક્રેડાઈના રાષ્ટ્રીય ચેરમેન જક્ષય શાહે કહ્યું કે, 'જેવું કે અનુમાન હતું, સરકારે ભારતના હાઉસિંગના સપનાને સાકાર કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાને જાળવી રાખી છે. જો કે દેશમાં ચાલી રહેલા તરલતા સંકટની અભિસ્વીકૃતિનું પ્રમાણ છે. NBFC માટે ઘરેલૂ બજારમાં FDIના પ્રવાહને પ્રોત્સાહન આપવા માટેના ઉપાયોની ઘોષણાને લઈને, પીપીપીને ભૂમિ ઉપલબ્ધ કરાવવા માટે પ્રોત્સાહિત કરવા અને રેન્ટલ પોલિસી બનાવવા સુધી- દરેક વસ્તુ જેના માટે અમે આવાજ ઉઠાવી રહ્યા હતા, તેનું બજેટમાં ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.'

આ પણ વાંચોઃ Budget 2019: જાણો કેવું છે બજેટ પર નેટિઝન્સનું રીએકશન્સ, મીમ્સ થઈ રહ્યા છે વાયરલ

સાથે જક્ષય શાહે એમ પણ કહ્યું કે, 'જો કે, આપણે આવનારા સમયમાં HFCના નિયમનો લાભ RBI સુધી પહોંચતા જોઈશું અને ઘર ખરીદનારા લોકો માટે વધારાના વ્યાજમાં કપાત માટે 45 લાખની સીમા રાખવાની કોઈ જરૂર નહોતી. પરંતુ કુલ મળીને, સામાન્ય બજેટ નિશ્ચિત રીતે હાઉસિંગ સમુદાય માટે આશાનું કિરણ જગાવી રાખશે.'

business news Budget 2019 nirmala sitharaman