બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવની હાજરીમાં શેરબજારમાં મુર્હત ટ્રેડિંગ થયું

27 October, 2019 06:35 PM IST  |  Mumbai

બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવની હાજરીમાં શેરબજારમાં મુર્હત ટ્રેડિંગ થયું

રાજકુમાર રાવ (PC : ANI)

Mumbai : દિવાળી પર્વ નિમિતે શેરબજારમાં 1 કલાક માટે મુર્હત ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવુડના સ્ટાર અભિનેતા રાજકુપમા રાવ હાજર રહ્યો હતો. દિવાળીની સાંજે જ્યારે લોકો તહેવારની તૈયારી કરે છે, તે સમયે રોકાણકાર અને શેરબજારના કારોબારી એક ખાસ સમયે બજારમાં પૈસા લગાવે છે. આ દરમિયાન નફો અને રકમ કાઢવાની ચિંતા કરવામાં આવતી નથી. પરંતુ વર્ષો જૂની પરંપરાનું પાલન કરવામાં આવે છે. અત્યારે સેન્સેક્સમાં 210 પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે અને તે 32268 પોઇન્ટ પર છે.


રોકાણ માટે વર્ષ સારું રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે
શેરબજારે 6 દશકાથી મુહુર્ત ટ્રેડિંગની પરંપરાને જાળવી રાખી છે. દિવાળીના દિવસે આમ તો શેરબજાર બંધ રહે છે, જોકે એક કલાકનું ટ્રેડિંગ થાય છે. આ દરમિયાન રોકાણકાર થોડી ખરીદીની પરંપરાનું પાલન કરે છે. હિન્દુ કેલેન્ડર વર્ષ મુજબ દિવાળીની સાથે જ નવા સંવતની શરૂઆત પણ થાય છે. આ કારણે મુહુર્ત ટ્રેડિંગ કરવામાં આવે છે. ર્આ વખતે દિવાળીની સાથે સંવત 2076 શરૂ થઈ રહ્યું છે. દિવાળીના દિવસે શેર ખરીદીને રોકાણકારો નવું ફાઈનાન્શિયલ વર્ષ સારું રહેવાની પ્રાર્થના કરે છે.

આ પણ જુઓ : જુઓ અંબાણી પરિવારની ભવ્ય દિવાળીની ઊજવણીની શરૂઆત

મુહુર્ત ટ્રેડિંગમાં બજાર મોટા ભાગે તેજીમાં રહે છે
આ દરમિયાન પ્રતિકાત્મક રોકાણ તરીકે લોકો પ્રથમ ઓર્ડર ખરીદીનો કરે છે. આ કારણે બજારમાં તેજી જોવા મળે છે.

business news bombay stock exchange national stock exchange rajkummar rao