બેન્ક ઓફ ઈન્ડિયાએ 10 દિવસમાં બીજી વાર ઘટાડ્યું FD પર વ્યાજ

13 September, 2019 03:55 PM IST  |  મુંબઈ

બેન્ક ઓફ ઈન્ડિયાએ 10 દિવસમાં બીજી વાર ઘટાડ્યું FD પર વ્યાજ

બેન્ક ઓફ ઈન્ડિયાએ 10 દિવસમાં બીજી વાર ઘટાડ્યું FD પર વ્યાજ

10 દિવસમાં બીજી વાર ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજના દરોમાં બેન્ક ઓફ ઈન્ડિયાએ ઘટાડો કર્યો છે. બેંકે આ ઘટાડો 2 કરોડથી ઓછી રકમની એફડી પર કર્યો છે. આ નિર્ણય બાદના નવા દરો 10 સપ્ટેમ્બર 2019થી લાગૂ પડી જશે. આ પહેલા બેંક ઓફ ઈન્ડિયાએ ટર્મ ડિપોઝિટ પર એક સપ્ટેમ્બરે વ્યાજના દરોમાં ફેરફાર કર્યો હતો. આરબીઆઈ દ્વારા ઓગસ્ટમાં રેપો રેટમાં કાર મુક્યા બાદથી જ બેંક  સમય સમય પર વ્યાજના દરોમાં કપાત કર્યા બાદ બેંક સમય સમય પર વ્યાજના દરમાં કપાત કરતી રહે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ રિટેલ ટર્મ ડિપોઝિટ દરમાં 20 થી 25 બેઝ પોઈન્ટ અને બલ્ક ટર્મ ડિપોઝિટ પર 10 થી 20 બેઝ પોઈન્ટના કાપની જાહેરાત કરી છે, જે 10 સપ્ટેમ્બરથી લાગૂ પડી ગઈ છે. કોટક મહિન્દ્રા અને એક્સિસ બેંકે પણ એફડીના દરોમાં ક્રમશઃ 6 અને 9 ટકાનો ઘટાડો કર્યો છે.

એક વર્ષથી ઓછા સમયમાં પાકી જતી શોર્ટ ટર્મ ડિપોઝિટ પર બેન્ક ઓફ ઈન્ડિયાએ દરમાં ફેરફાર નથી કર્યો. બેંકે 91 દિવસોથી 179 દિવસોથીની પરિપક્વતા વાળી જમા રાશિ પરના દરમાં 25 આધાર અંકોનો ઘટાડો કર્યો છે. જેથી હવે તે તમને 5.50 ટકા વ્યાજ આપશે.

આ પણ જુઓઃ Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ

સાત દિવસથી 45 દિવસની પરિપક્વતા વાળી જમા રાશિ માટે બેન્ક ઓફ ઈન્ડિયા 4.25 ટકા વાર્ષિક વ્યાજ દર આપી રહ્યું છે. 46 દિવસોથી 90 દિવસની પરિપક્વતા વાળી જમા રાશિ માટે બેન્ત 5.50 ટકા વ્યાજ આપી રહી છે. તો 180 દિવસોથી 269 દિવસોની પરિવક્વતા વાળી જમા રાશિ માટે બેન્ક ઓફ ઈન્ડિયા 6 ટકા વ્યાજ આપી રહ્યું છે. બેંક 270 દિવસોથી 1 વર્ષ સુધીની પરિપક્વતા વાળી જમા રાશિ માટે 6 ટકા વ્યાજ આપી રહ્યું છે.


business news