રિઝર્વ બૅન્કને સાધારણ વ્યાજદર વધારવા અસોચેમની રજૂઆત

03 December, 2022 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિઝર્વ બૅન્ક સાતમી ડિસેમ્બરે વ્યાજદર વિશે નિર્ણય જાહેર કરશે

રિઝર્વ બૅન્કને સાધારણ વ્યાજદર વધારવા અસોચેમની રજૂઆત


ઔદ્યોગિક સંસ્થા અસોચેમે શુક્રવારે રિઝર્વ બૅન્કને જણાવ્યું હતું કે જેણે મે મહિનાથી ચાવીરૂપ પૉલિસી રેટમાં ૧૯૦ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો છે, હવે વ્યાજદરમાં સાધારણ વધારો કરવા જણાવ્યું છે જેથી એની નવી આર્થિક રિકવરી પર પ્રતિકૂળ અસર ન પડે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાન્ત દાસની આગેવાની હેઠળની છ સભ્યોની રેટ સેટિંગ પૅનલ સોમવારથી ત્રણ દિવસ માટે મૉ​નિટરી પૉલિસીના આગામી વ્યાજદર વધારા પર નિર્ણય લેવા માટે મળવાની છે.
કેન્દ્રીય બૅન્ક સાતમી ડિસેમ્બર (બુધવાર)ના રોજ મૉનિટરી પૉલિસી કમિટીના નિર્ણયની જાહેરાત કરવાની છે.
‘મોટા ભાગે નવા દરમાં વધારો ૨૫-૩૫ બેસિસ પૉઇન્ટ બૅન્ડથી વધુ ન હોવો જોઈએ એમ અસોચેમે રિઝર્વ બૅન્કના ગવર્નરને લખેલા પત્રમાં ઉદ્યોગ સમક્ષ અન્ય મુદ્દાઓ દર્શાવવાની સાથે જણાવ્યું હતું.
ચેમ્બર દ્વારા આરબીઆઇને આપવામાં આવેલી મુખ્ય ભલામણોમાંની એક એ છે કે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી માટે છૂટક લોનને વ્યાજના રાહત દર સાથે અગ્રતા ક્ષેત્રના ધિરાણ તરીકે ગણવામાં આવે. 

business news reserve bank of india