Jio Fiber BroadBand ને માત આપવા આ કંપનીએ લોન્ચ કર્યો તગડો પ્લાન

21 August, 2019 07:15 PM IST  |  Mumbai

Jio Fiber BroadBand ને માત આપવા આ કંપનીએ લોન્ચ કર્યો તગડો પ્લાન

Mumbai : ભારતમાં મુકેશ અંબાણીએઇન્ટરનેટની દુનિયામાં Jio Fiber Broadband ની શરૂઆત કરી લેતા દેશની અન્ય કંપનીઓએ માર્કેટમાં સક્રિય થઇ ગઇ છે. એક રિપોર્ટ અનુસાર Asianet બ્રોડબેન્ડ Rs 499 ના પ્લાનમાં 200Mbps સ્પીડ ઓફર કરી રહી છે. કંપનીના ગ્રાહકોને કુલ 3 બ્રોડબેન્ડ પ્લાન્સનો વિકલ્પ આપ્યો છે. તેમાં Rs 1,499, Rs 2,499 અને Rs 2,999 ના પ્લાનનો સમાવેશ છે. આ બધી બ્રોડબેન્ડ પ્લાન્સમાં 200Mbps સ્પીડ આપવામાં આવી રહી છે. Rs 1499 નો પ્લાન 2 મહિનાની વેલિડિટી સાથે આવે છે. Rs 2499 નો પ્લાન 4 મહિનાની વેલિડિટી સાથે આવશે.


Asianet નો 2999 નો લોન્ગ ટર્મ પ્લાન 200Mbps સ્પીડ અને 6 મહિનાની વેલિડિટીની સાથે આવે છે. આ પ્લાનમાં કુલ મળીને 1200GB ની FUP સીમા છે. તેનો અર્થ એ છે કે આ પ્લાનમાં 200GB ની માસિક સીમા છે. આ પ્લાનમાં FUP અનલિમિટેડ ડેટા 2Mbps ની સ્પીડ મળે છે. તેનો અર્થ સીમા ખતમ થયા બાદ પણ 2Mbps ની સ્પીડ પર ડેટા મળશે. ટેલીકોમ ટોક્સની રિપોર્ટના અનુસાર કુલ મળીને તમને 200Mbps બ્રોડબેન્ડ પ્લાનમાં 200GB FUB પ્રતિ મહિને Rs 499 ની કિંમતમાં મળી રહી છે.

આ પણ જુઓ : કલમ 370 હટવા પર નેટીઝન્સ થયા છે ક્રેઝી, મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો

Jio Fiber Broadband Plan Effect: Rs 1499
ના બ્રોડબેન્ડ પ્લાનમાં ગ્રાહકોને 1000GB FUP સીમા સાથે 2 મહિના એટલે કે 60 દિવસોની વેલિડિટી મળે છે. તેનો અર્થ કે આ પ્લાનમાં 500GB દર મહિને મળશે. Rs 2499 ના પ્લાનમાં 300GB FUP સીમા પ્રતિ મહિને મળે છે. આ પ્લાન 4 મહિનાની વેલિડિટી સાથે આવે છે. તેનો અર્થ તેમાં કુલ 1200GB સીમા મળે છે. રિપોર્ટ્સના અનુસાર, કંપની બધા બ્રોડબેન્ડ પ્લાન્સની સાથે ફ્રી કેબલ ટીવી સેવા પણ મળે છે. કંપની આ વિશે ટૂંક સમયમાં વધુ જાણકારી ઉપલબ્ધ કરાવશે.

business news reliance