દેવાદાર અનિલ અંબાણીની હવે આ કંપની પણ બંધ થઇ રહી છે

30 September, 2019 07:38 PM IST  |  Mumbai

દેવાદાર અનિલ અંબાણીની હવે આ કંપની પણ બંધ થઇ રહી છે

અનિલ અંબાણી (PC : File Photo)

Mumbai : દેવામાં ડુબેલા રિલાયન્સ કેપિટલ કંપનીમાં ચેરમેન અનિલ ધીરૂભાઇ અંબાણી (ADAG) ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અનિલ અંબાણી પોતાની વધુ એક કંપની સંકટના મોજા હેઠળ છે ત્યારે તેને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે કે આ કંપની હવે પોતાનું શટર બંધ કરશે.

અનિલ અંબાણીની આ કંપની થઇ રહી છે બંધ
અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ લોન આપવાના કારોબારને બંધ કરવા માટેનો નિર્ણય લઇ રહી છે. રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી(ADAG) ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કેપિટલની AGM માં સોમવારે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ફાઈનાન્શિયલ સર્વિસિસ સેકટરના સંકટ, ઓડિટર અને રેટિંગ એજન્સીઓની તર્કહીન કાર્યવાહી અને હાલની મંદીના કારણે જે નુકસાન થયું છે, તેના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. અંબાણીની આ જાહેરાતના પગલે રિલાયન્સ કેપિટલનો શેર બીએસઈ પર 12.5% ઘટીને બંધ થયો હતો.

રિલાયન્સ કેપિટલ બંધ થવાની અસરથી ગ્રુપની અન્ય કંપનીઓના શેર પણ ગગડ્યા
અનિલ અંબાણીની જાહેરાતની અસર ગ્રુપની અન્ય કંપનીઓના શેર પર પણ પડી છે. રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેર 5% નુકસાનમાં રહ્યાં હતા. રિલાયન્સ ઈનફ્રાસ્ટ્રકચરમાં 14% ઘટાડો આવ્યો છે. રિલાયન્સ પાવર 8% અને રિલાયન્સ નિપ્પન એસેટ મેનેજમેન્ટ 1.4% તૂટ્યો હતો.


ADAG ગ્રુપે છેલ્લા 15 મહિનામાં 35 હજાર કરોડની લોન ચુકવી છે : અનિલ અંબાણી
અનિલ અંબાણીએ કહ્યું કે એડીએજી ગ્રુપે છેલ્લા 15 મહીનામાં 35,000 કરોડ રૂપિયાની લોન ચૂકવી છે. કોઈ બેન્ક, નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની કે નાણાંકીય સંસ્થાને લોન લીધા વગર માર્ચ 2020 સુધી વધુ 15,000 કરોડ ચૂકવવામાં આવશે. સમુહના 60,000 કરોડ રૂપિયાની લેવડ-દેવડ રેગ્યુલેટરી અને આર્બિટ્રેશનની કાર્યવાહીમાં છેલ્લા 5-10 વર્ષથી અટકી છે.


રિલાયન્સ કેપિટલની કાયાકલ્પ કરી રહ્યાં છીએઃ અનિલ અંબાણી
એડીએજી ગ્રુપે કહ્યું હતું કે અમે રિલાયન્સ કેપિટલની કાયાકલ્પ કરી રહ્યાં છે. રિલાયન્સે કેપિટલ દેશની અગ્રણી ફાઈનાન્શિયલ સર્વિસિસ કંપનીઓમાં સામેલ છે. તેના બે ક્રેડિટ વર્ટિકલ- રિલાયન્સ કમર્શિયલ ફાઈનાન્સ અને રિલાયન્સ હોમ ફાઈનાન્સ છે. કંપનીના 18 હજાર કર્મચારી છે. રિલાયન્સ કેપિટલ લોન આપવા સિવાય જનરલ ઈન્શ્યોરન્સ, લાઈફ ઈન્શ્યોરન્સ, એસેટ રિકન્સ્ટ્રકશન, સિક્યોરિટી બ્રોકિંગ અને કોમોડિટી એક્સચેન્જના બિઝનેસમાં પણ છે.

આ પણ જુઓ : અંબાણીના આંગણે અવસરઃ આકાશ-શ્લોકાના લગ્નમાં મહેમાનોનો જમાવડો

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ(Rcom) બાદ એડીએજી ગ્રુપે બીજા કારોબારમાંથી નીકળવાનો નિર્ણય કર્યો છે. ટેલિકોમ બિઝનેસમાંથી નીકળી જવાની જાહેરાત 2 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આરકોમ હાલ દેવાળિયા પ્રક્રિયામાં છે.

business news anil ambani