ફ્યુચર ગ્રુપ ટુંક સમયમાં એમેઝોન સાથે સોદો કરી શકે છે

15 August, 2019 10:05 PM IST  |  Mumbai

ફ્યુચર ગ્રુપ ટુંક સમયમાં એમેઝોન સાથે સોદો કરી શકે છે

Mumbai : ફ્યુચર રિટેલે જણાવ્યું કે તેણે પ્રમોટર પરિવાર અને ગ્રૂપ કંપની ફ્યુચર કુપન્સના મુખ્ય શેરધારકો સાથે કરાર કર્યા છે જેથી ફ્યુચર કુપન્સ બોર્ડ મિટિંગ્સમાં ભાગ લઈ શકશે અને હિસ્સાના વેચાણ તથા ખરીદી સહિતના શેર ધારકોના નિર્ણયોમાં સામેલ થઈ શકશે. આ પગલાને ફ્યુચર રિટેલ દ્વારા એમેઝોનને હોલ્ડિંગ કંપની મારફત હિસ્સો વેચવાની કવાયતરૂપ ગણવામાં આવે છે. આ પગલાથી વૈશ્વિક ઓનલાઇન રિટેલર વિદેશી માલિકીના નિયમોનું પાલન કરી શકશે જેમાં ઇ-કોમર્સ કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર વેચાણ કરતી એન્ટિટીના શેર્સ ખરીદવાની મનાઈ હોય છે.

BSE પર સોમવારે જાહેર થયેલા શેરહોલ્ડર્સ એગ્રીમેન્ટ હેઠળ ફયુચર કુપન્સને બોર્ડમાં ઓબ્જર્વર નિયુક્ત કરવાનો અધિકાર મળશે. તેને ફ્યુચર રિટેલમાં તેનો પ્રો-રેટા શેરહોલ્ડિંગ જાળવી રાખવા માટે શેર કેપિટલ ઇશ્યૂ કરવાનો પ્રિએમ્પટિવ અધિકાર પણ મળશે. ફ્યુચર રિટેલે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, "હાલના શેર ધારકો કંપનીમાં તેમના દ્વારા હોલ્ડ કરવામાં આવતી સિક્યોરિટીઝ પર વધારાનું નિયંત્રણ લાદી શકતા નથી કે ટ્રાન્સફર કરી શકતા નથી, સિવાય કે જે સિક્યોરિટી માટે એસએચએ હેઠળ છૂટ અપાઈ હોય." કંપનીએ ચોક્કસ બાબતોમાં ફ્યુચર કુપન્સની મંજૂરી મેળવવી જરૂરી છે. જેમ કે કંપનીની એસેટનું લાઇસન્સ રિલેટેડ પાર્ટીને ટ્રાન્સફર કરવું, એસએચએના ટર્મ્સ સાથે વિરોધાભાસ થાય તે રીતે આર્ટિકલ્સ ઓફ એસોસિયેશનમાં સુધારો કરવો અથવા શેર કેપિટલનું ઇશ્યુઅન્સ.

અમેરિકાની ઓનલાઇન કંપની ફ્યુચર રિટેલમાં હિસ્સો મેળવવા સક્રિય થઇ હતી

અમેરિકા સ્થિત ઓનલાઇન કંપનીએ અગાઉ ફ્યુચર રિટેલમાં હિસ્સો મેળવવા માટે વાતચીત કરી હતી. જે ફૂડ, ગ્રોસરી અને જનરલ મર્ચન્ડાઇઝમાં 1,600થી વધારે સ્ટોર્સનું સંચાલન કરે છે. ફેબ્રુઆરીમાં વિદેશી માલિકીના નિયમો સુધારવામાં આવ્યા બાદ ફ્યુચર રિટેલે ફયુચર કુપન્સમાંથી ₹2,000 કરોડ એકત્ર કરવાની જાહેરાત કરી હતી જે ફ્યુચર રિટેલમાં 3.96 મિલિયન વોરન્ટ્સ અથવા 7.3 ટકા હિસ્સો ધરાવે છે. 

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

ફેબ્રુઆરીમાં અંગ્રેજી અખબાર ઇકોનોમીક ટાઇમ્સમાં અહેવાલ આપ્યો હતો કે ફ્યુચર ગ્રૂપ ફ્યુચર કુપન્સ દ્વારા હિસ્સો વેચશે જેથી એમેઝોન આ નિયમોનું પાલન કરી શકે. આ મહિનામાં જ આ સોદો થવાની શક્યતા છે તેમ હિલચાલથી માહિતગાર લોકોએ જણાવ્યું હતું. એમેઝોનના પ્રવક્તાએ જણાવ્યું કે, "અમે ભવિષ્યમાં શું કરવાના છીએ અથવા નથી કરવાના તેના વિશે ટિપ્પણી ન કરી શકીએ." ફયુચર રિટેલે આ વિશે ઇ-મેઇલનો જવાબ આપ્યો ન હતો. 

business news amazon